T-20 લીગ: CSK સામે KKRએ 5 વિકેટ ગુમાવી 172 રનનો સ્કોર કર્યો, નિતિશ રાણાના 87 રન

ટી-20 લીગની 13મી સિઝનની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે કલકત્તાએ સારી શરુઆત કરી હતી. ઓપનર નિતિશ રાણાએ 87 રન કરીને ટીમને સારા સ્કોર તરફ દોરી ગયો હતો. કલકત્તાએ 20 ઓવરના અંતે 172 […]

T-20 લીગ: CSK સામે KKRએ 5 વિકેટ ગુમાવી 172 રનનો સ્કોર કર્યો, નિતિશ રાણાના 87 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 29, 2020 | 9:15 PM

ટી-20 લીગની 13મી સિઝનની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે કલકત્તાએ સારી શરુઆત કરી હતી. ઓપનર નિતિશ રાણાએ 87 રન કરીને ટીમને સારા સ્કોર તરફ દોરી ગયો હતો. કલકત્તાએ 20 ઓવરના અંતે 172 રન પાંચ વિકેટ ગુમાવીને કર્યા હતા.

T20 League CSK same KKR e 5 wicket gumavi 172 run no score karyo nitish rana na 87 run

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કલકત્તાની બેટીંગ

ટોસ હારીને મેદાનમાં બેટીંગ કરવા માટે આવેલી ટીમ કલકત્તાના ઓપનરોએ શરુઆત સારી કરી હતી. ઓપનર નિતિશ રાણાએ 44 બોલમાં પોતાની અડધીસદી કરી હતી. તેણે 61 બોલમાં 87 રન કર્યા હતા. જે મોટા શોટ્સ રમવા દરમ્યાન લુંગી એનગીડીના બોલ પર કેચ આઉટ થયો હતો. ઓપનર શુભમન ગીલ અને નિતિશ રાણાએ પ્રથમ સાત ઓવરમાં જ 52 રન કર્યા હતા. જોકે આગળની ઓવરમાં જ 17 બોલમાં 26 રન બનાવીને શુભમન ગીલ કર્ણ શર્માના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. સુનિલ નરેન નંબર ત્રણ પર બેટીંગ કરવા માટે આવ્યો હતો, જોકે તે પણ સાત જ રન બનાવીને મેદાનથી પરત ફર્યો હતો. ત્રીજી વિકેટ રિંકુ સિહના રુપે ટીમને લાગ્યો હતો. જે 11 રન બનાવીને રવિન્દ્ર જાડેજાના બોલ પર કેચ આપી બેઠો હતો. કેપ્ટન મોર્ગને 12 બોલમાં 15 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે અણનમ 21 રન 10 બોલમાં કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 League CSK same KKR e 5 wicket gumavi 172 run no score karyo nitish rana na 87 run

ચેન્નાઇની બોલીંગ

ચેન્નાઈના બોલરો શરુઆતમાં વિકેટ ઝડપવાથી દુર રહ્યા હતા, પરંતુ આખરે સમયાંતરે ત્રણ વિકેટો કલકત્તાની ઝડપવા છતાં હરીફ ટીમને નિયંત્રિત યોગ્ય રીતે કરી શક્યા નહોતા. લુંગી એનગીડીએ 4 ઓવરમાં 34 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. કર્ણ શર્માએ 4 ઓવરમાં 35 રન આપીને એક  વિકેટ ઝડપી હતી. મિસેલ સેન્ટનરે ત્રણ ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">