T-20: આજે મુંબઈ પ્લેઓફની દાવેદારી મજબુત કરવા રમશે, તો રાજસ્થાન ટુર્નામેન્ટમાં ટકી રહેવા રમશે, રોહિત શર્મા મેદાનમાં ઉતરવા અનિશ્વિત

ગત ટુર્નામેન્ટ સિઝન 12ના વિજેતા મુંબઇ ઇન્ડિયન્સની આજે રવિવારે ડબલ હેડરમાં બીજી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી છે. સાંજે 7.30 કલાકે શરુ થનારી આ મેચમાં મુંબઇ તેના દબદબા પ્રમાણે રમવા માટે ઇચ્છશે. તો રાજસ્થાનની રોયલ્સની ટીમ પણ પોતાનુ સ્થાન ટુર્નામેન્ટમાં જાળવી રાખવા માટે મેચને જીતવી જરુરી છે. રાજસ્થાનને હવે હાર એ પોષાય એમ નથી, માટે […]

T-20: આજે મુંબઈ પ્લેઓફની દાવેદારી મજબુત કરવા રમશે, તો રાજસ્થાન ટુર્નામેન્ટમાં ટકી રહેવા રમશે, રોહિત શર્મા મેદાનમાં ઉતરવા અનિશ્વિત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:35 PM

ગત ટુર્નામેન્ટ સિઝન 12ના વિજેતા મુંબઇ ઇન્ડિયન્સની આજે રવિવારે ડબલ હેડરમાં બીજી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી છે. સાંજે 7.30 કલાકે શરુ થનારી આ મેચમાં મુંબઇ તેના દબદબા પ્રમાણે રમવા માટે ઇચ્છશે. તો રાજસ્થાનની રોયલ્સની ટીમ પણ પોતાનુ સ્થાન ટુર્નામેન્ટમાં જાળવી રાખવા માટે મેચને જીતવી જરુરી છે. રાજસ્થાનને હવે હાર એ પોષાય એમ નથી, માટે જ જીત નોંઘાવવી જરુરી બની ગઇ છે. રાજસ્થાન માટે સૌથી મોટી ચિંતા ટોપર ખેલાડીઓ સારુ પ્રદર્શન નથી કરી રહ્યા, જ્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે 11 મેચોમાં 25 રન બનાવ્યા છે. તો રોહિત શર્માની મેચમાં ઉપસ્થિતી રહેશે કે કેમ તે નિશ્વિત નથી.

 

ટીમમાં બેન સ્ટોક્સ, સંજુ સેમસન અને જોસ બટલર જેવા મહત્વના ખેલાડીઓ પણ સામેલ છે. છતાં ત્રણેય ખેલાડીઓ એક સાગમટે જ નિષ્ફળ જઇ રહ્યા છે અને એ જ રાજસ્થાન માટે મુસીબત સર્જાય છે. ઓલ રાઉન્ડર રાહુલ તેવટીયાએ બેટ અને બોલ બંને થી સુંદર ખેલ દર્શાવ્યો છે. બોલીંગમાં પણ નિરંતરતા ની કમી છે. ફક્ત જોફ્રા આર્ચર 15 વિકેટ લઇને પોતાની રફતાર થી પ્રભાવિત રહ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 10 વિકેટ થી જીત મેળવી હતી, જે જીત મુંબઇ ઇન્ડિયન્સે એક તરફ મેચની જીત હાંસલ કરી હતી. જ્યારે આ અગાઉની મેચ પંજાબ સામે સુપર ઓવરમાં પહોંચી હતી, જેમાં મુંબઇએ હાર મેળવી હતી. તો વળી બીજી તરફ રાજસ્થાન રોયલ્સ એ પાછલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઠ વિકેટ થી હાર મેળવી હતી. મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં પહોંચવા માટે તૈયારી છે, પરંતુ આ દરમ્યાન જ હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ટીમા કેપ્ટન રોહિત શર્મા મેચ રમવા માટે મેદાન પર આવશે કે કેમ. જે માંસશિયોની ઇજાઓને લઇને ચેન્નાઇ સામેની મેચમાં રમી શક્યો નહોતો.

રોહિત ની ગેરહાજરીમાં જોકે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે શુક્રવારે મેચ દરમ્યાન યુવાન ઇશાન કિશને અઅણનમ 68 રન બનાવી જવાબદારી નિભાવી હતી. તેવી જ રીતે ક્વિન્ટન ડીકોકએ પણ અણનમ 46 રન બનાવ્યા હતા. જો રોહિત શર્મા ફરી થી આજે મેદાનમાં નથી આવી શકતો તો આ બંનેએ જ ફરી થી ઇનીંગની શરુઆત કરવી પડશે. તેમજ રોહિતની ગેરહાજરીમાં ટીમના પ્રદર્શનની જવાબદારી પણ નિભાવવી પડશે. મુંબઇ નો મધ્યમક્રમ સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ આ તમામ પણ તેમનુ યોગ્ય યોગદાન સારી રીતે પુરુ પાડી રહ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ:  કેપ્ટન રોહિત શર્મા, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન,  દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન,  નાથન કુલ્ટર નાઇલ,  ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

આ પણ વાંચોઃT-20: ચેન્નાઈ આજે પ્રતિષ્ઠા જાળવવા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, બેગ્લોર પોઈન્ટ અને નેટ રનરેટ વધારવા ઉપર આપશે ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">