ફીફટી સાથે ઇયોન મોર્ગનની કેપ્ટન ઇનીંગ વડે કલકત્તાએ સાત વિકેટે 191 રન કર્યા, તેવટીયાએ ત્રણ વિકેટ ઝડપી

ફીફટી સાથે ઇયોન મોર્ગનની કેપ્ટન ઇનીંગ વડે કલકત્તાએ સાત વિકેટે 191 રન કર્યા, તેવટીયાએ ત્રણ વિકેટ ઝડપી

ટી-20 લીગની 54મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રીકેટ સ્ટેડીયમ પર રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ વચ્ચે રમાઇ રહેલી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી. પરંતુ કલકત્તાએ કરો યા મરોની નીતીથી રમત દાખવતા શરુઆતથી જ સ્કોર બોર્ડને સારા રન રેટ સાથે ફેરવવાનો પ્રયાસ કર્યો. કલકત્તા કેપ્ટન ઇયોન મોર્ગનની શાનદાર […]

Avnish Goswami

| Edited By: Utpal Patel

Nov 01, 2020 | 9:36 PM

ટી-20 લીગની 54મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રીકેટ સ્ટેડીયમ પર રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ વચ્ચે રમાઇ રહેલી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી. પરંતુ કલકત્તાએ કરો યા મરોની નીતીથી રમત દાખવતા શરુઆતથી જ સ્કોર બોર્ડને સારા રન રેટ સાથે ફેરવવાનો પ્રયાસ કર્યો. કલકત્તા કેપ્ટન ઇયોન મોર્ગનની શાનદાર બેટીંગે અર્ધ શતક નોંધાવ્યુુ. 20 ઓવરના અંતે  કલકત્તાની ટીમે 7 વિકેટ ગુમાવીને 191 રનનો સ્કોર રાજસ્થાન સામે ખડક્યો. 

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બેટીંગ.

નિતિશ રાણા પ્રથમ બોલ પર જ શુન્ય રને આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગીલ અને રાહુલ ત્રીપાઠીએ 72 રનની ભાગીદારી રમત રમી. ગીલ 73 ના સ્કોર પર 36 રન બનાવીને આઉટ થયો. સુનિલ નરેન ત્યાર બાદ તુરત જ શુન્ય રન પર વિકેટ ગુમાવી બેઠો. આમ 74 ના સ્કોર પર 3 વિકેટ કલકત્તાએ ગુમાવી . 94 ના સ્કોર પર ચોથી વિકેટ  રાહુલ ત્રિપાઠીની ગુમાવી. તેણે 39 રન કર્યા.  99 પર દિનેશ કાર્તિક પણ શુન્ય રને આઉટ થયો. આન્દ્રે રસાલ 11 બોલમાં 25 રન અને પેટકમિન્સે 11 બોલમાં 15 રન કર્યા. જ્યારે કેપ્ટન મોર્ગે અણનમ 68 રન માત્ર 35 બોલમાં કર્યા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ.

તેવટીયાએ આજે ત્રણ વિકેટ ઝડપી હતી, તેણે ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા. આ ઉપરાંત કાર્તિક ત્યાગીએ પણ ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલ અને જોફ્રા આર્ચરે એક એક વિકેટ ઝડપી હતી. આર્ચરે કરકસર ભરી બોલીંગ કરી દાખવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati