T-20: પંજાબને પ્લેઓફની રેસ માટે આજે જીતવુ અત્યંત જરુરી, ચેન્નાઇ માટે માત્ર પ્રતિષ્ઠાનો જંગ

હજુ પણ પ્લેઓફની દોડમાં બરકરાર રહેલી કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે કોઇ પણ સંજોગોમાં સારી જીત મેળવવી પડશે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ચેન્નાઇ માટે તો આ મેચ ફક્ત એક પ્રતિષ્ઠાની જ મેચ છે. રાજસ્થાન રોયલ્સે સાત વિકેટ થી હરાવ્યા બાદ પંજાબને તેની આશાઓ માટે ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલની ટીમ લગાતાર […]

T-20: પંજાબને પ્લેઓફની રેસ માટે આજે જીતવુ અત્યંત જરુરી, ચેન્નાઇ માટે માત્ર પ્રતિષ્ઠાનો જંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 01, 2020 | 11:01 AM

હજુ પણ પ્લેઓફની દોડમાં બરકરાર રહેલી કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે કોઇ પણ સંજોગોમાં સારી જીત મેળવવી પડશે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ચેન્નાઇ માટે તો આ મેચ ફક્ત એક પ્રતિષ્ઠાની જ મેચ છે.

રાજસ્થાન રોયલ્સે સાત વિકેટ થી હરાવ્યા બાદ પંજાબને તેની આશાઓ માટે ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલની ટીમ લગાતાર પાંચ મેચ જીત્યા બાદ પ્લેઓફની સંભાવનાઓ પ્રબળ કરી દીધી હતી. આ હાર પછી પંજાબનુ ભવિષ્ય હવે તેના પોતાના હાથમાં રહ્યુ નથી. ચેન્નાઇને હરાવ્યા પછી પણ, અન્ય ટીમોની મેચના પરીણામ પણ અનુકૂળ નિવડવા માટે પ્રાર્થના કરવી પડશે. જો આવા સંજોગોમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદ બંને મેચ જીતી લે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દિલ્હી કેપીટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે ની લડાઇમાં જીત મેળવનારના પોઇન્ટ 16 થઇ જશે. તો આવી સ્થિતીમાં પોઇન્ટ અથવા તો નેટ રન રેટ આધારે પંજાબ પ્લેઓફ ક્વોલીફાઇ કરી શકશે નહી. સનરાઇઝર્સ હૈદરાબાદ જો તેની એક મેચ હારી જાય છે તો, પંજાબની પ્લેઓફની આશાઓ જીવંત રહી શકે છે, પરંતુ તે માટે તેણે શરત એ છે કે ચેન્નાઇને શિકસ્ત આપવી પડે. પંજાબના હાલમાં 13 મેચમાં 12 અંક છે અને તેનો નેટ રનરેટ પણ 0.133 છે.

બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ સામે સતત બે મેચ જીતી છે. પંજાબ માટે કેપ્ટન કેએલ રાહુલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી ચુક્યા છે, જ્યારે ક્રિસ ગેઇલ શાનદાર ફોર્મમાં છે. જેણે શુક્રવારે પણ 99 રનની ઇનીંગ રમીને આઉટ થયો હતો. જોકે તે નાઇન્ટી નર્વસને ભુલી જઇને ટીમ માટે મેદાનમાં ઉતરે તે જરુરી છે. તો વલી ચાર નંબર ના બેટીંગ ક્રમ પર નિકોલસ પુરન પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે.

મયંક અગ્રવાલ ને રમવાને લઇને સ્થિતી હજુ સ્પષ્ટ નથી તે ઇજાને લઇને પાછળની ત્રણ મેચ નથી રમી શક્યો. રોયરલ્સ સામે મહંમદ શામી સહિત પંજાબના બધા જ બોલર મોંઘા સાબિત થઇ રહ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પણ હવે તે આવી ભુલ કરી શકે નહી. ચેન્નાઇ માટે 23 વર્ષનો ઋતુરાજ ગાયકવાડએ ખુબ જ સારુ પ્રદર્શન કર્યુ છે. તેણે લગાતાર બે અર્ધ શતક પણ લગાવ્યા છે. રવિન્દ્રસિંહ જાડેજા પણ શાનદાર ફોર્મમાં છે. તેણે પણ કલકત્તા સામે ફિનિશરની ભુમીકા નિભાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">