T-20 લીગ: બેંગ્લોરની ટીમે દમદાર શરૂઆત સાથે 5 વિકેટે 163 રન ખડક્યા, દેવદત્ત અને ડીવીલીયર્સની અડધીસદી

યુએઇમાં ટી-20 લીગની ત્રીજી મેચ SRH અને RCB વચ્ચે રમાઈ રહી છે. SRHના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેંગ્લુરુએ પ્રથમ બેટીંગ કરતા ઓપનર એરોન ફીંચ અને દેવદત્ત પડિક્કલે તેની સારી શરુઆત કરી હતી. દેવદત્તે તેની ડેબ્યુ મેચમાં જ ફીફટી ફટકારી હતી. બંને ઓપનરોએ સારા તાલમેલ સાથે શરુઆતથી જ […]

T-20 લીગ: બેંગ્લોરની ટીમે દમદાર શરૂઆત સાથે 5 વિકેટે 163 રન ખડક્યા, દેવદત્ત અને ડીવીલીયર્સની અડધીસદી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 21, 2020 | 9:47 PM

યુએઇમાં ટી-20 લીગની ત્રીજી મેચ SRH અને RCB વચ્ચે રમાઈ રહી છે. SRHના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેંગ્લુરુએ પ્રથમ બેટીંગ કરતા ઓપનર એરોન ફીંચ અને દેવદત્ત પડિક્કલે તેની સારી શરુઆત કરી હતી. દેવદત્તે તેની ડેબ્યુ મેચમાં જ ફીફટી ફટકારી હતી. બંને ઓપનરોએ સારા તાલમેલ સાથે શરુઆતથી જ સ્કોર બોર્ડેને ફરતુ રાખ્યુ હતું અને 90 રનની ભાગીદારી નોંધાવી હતી. આરસીબીએ પ્રથમ બેટીંગ કરવા દરમ્યાન સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 164 રનનું લક્ષ્ય આપ્યું હતુ. જો કે એક સમયે મોટુ લક્ષ્ય રાખશે એમ આરસીબીના ઓપનોરોની રમતને જોતા લાગતુ હતુ, પરંતુ સનરાઇઝર્સના બોલરે જાણે કે બેટીંગ પર નિયંત્રણ મેળવી લીધુ હતુ. પરંતુ વિકટો મેળવવા સફળતા મેળવી શક્યા નહોતા.

 T-20 League RCB ni team e damdar sharuvat sathe 5 wicket e 163 run khadkya devdut ane dvillars ni aaddhi sadi

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓપનર પડિક્કલ અને ડીવીલીયર્સે અડધી સદી નોંધાવી હતી. ચાર વિકેટ ગુમાવી આરસીબીએ 163 રન ખડક્યા હતા. મેચની શરુઆતમાં જ ટીમ સનરાઈઝર્સનો ઝડપી બોલર મિશેલ માર્શ તેની પહેલી જ ઓવરમાં ઈજા થવાથી બહાર થઈ ગયો હતો. ફક્ત ચાર જ બોલ નાંખ્યા બાદ ઈજા થતાં તેના બાકી બચેલા બે બોલ વિજય શંકરે નાખ્યા હતા, જેમાં સતત બે નો બોલ નાખતા ફ્રી હીટમાં સિક્સર સાથે 10 રન આપ્યા હતા. આરસીબીએ 90ના સ્કોર પર પહેલી વિકેટ દેવદત્ત પડિક્કલના રુપમાં ગુમાવી હતી. વિજય શંકરે તેને બોલ્ડ કર્યો હતો. ઓપનીંગ ભાગીદારી આમ તોડી દેવામાં વિજય સફળ રહ્યો હતો. ત્યારબાદ આગળની 12મી ઓવરમાં ઓપનર એરોન ફીંચ પણ એલબીડબલ્યુ અભિષેક શર્માના બોલ પર થયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 League RCB ni team e damdar sharuvat sathe 5 wicket e 163 run khadkya devdut ane dvillars ni aaddhi sadi

કેપ્ટન વિરાટ કોહલી પણ વ્યક્તિગત 14 રનના સ્કોર પર જ રાશિદ ખાનના હાથે નટરાજનની ઓવરમાં આઉટ થયો હતો. આમ શરુઆત સારી થયા બાદ ટીમ મધ્યાંતરે જાણે કે ધીમી પડી ગઈ હતી. એક બાદ એક મજબુત ખેલાડીઓ જ પેવેલીયન પહોંચતા જાણે કે ટીમ પર દબાણ આવ્યુ. જો કે ડીવીલીયર્સ અને શિવમે અંતિમ ઓવરોમાં સ્કોર બોર્ડને વધારવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે ડીવીલીર્સ રન આઉટ થયો હતો. કેન વિલ્યમ્સને તેને પહેલી મેચમાં જ રમતનો મોકો નહોતો મળ્યો. સનરાઝર્સ હૈદરાબાદની ટીમમાં વોર્નર  ઉપરાંત જોની બેયરીસીસ્ટો, મિશેલ માર્શ અને રાશિદ ખાન વિદેશી ખેલાડી છે. જો કે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને મોકો નહોતો મળ્યો. આરસીબીમાં એરોન ફીંચ. એબી ડીવીલીયર્સ, જોશ ફિલીપ અને ડેલ સ્ટેનને મોકો મળ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિસ વોક્સની જગ્યાએ ફિલીપને પસંદ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">