આવતીકાલે MI VS KKR વચ્ચે ખેલાશે ક્રિકેટનો જંગ, દિનેશ કાર્તિકે કહ્યું મુંબઈ પાસે વર્લ્ડ ક્લાસ ટીમ, અમે પ્લાનીંગ અને પ્લેયર કોમ્બીનેશન સાથે મેચ જીતવા ઉતરીશું, 160 સુધીનો સ્કોર બની શકે છે ચેલેન્જીંગ

T-20 લીગની 13મી સિઝની શરૂઆત તો થઈ ચુકી છે તે સાથે જ ક્રિકેટ ટીમ વચ્ચે હારજીતના પાસા પણ સામે આવવા લાગ્યા છે. આવતીકાલે બે બાહુબલી ટીમ ટકરાવા માટે જઈ રહી છે તેમાં  MI VS KKRનો સમાવેશ થાય છે. આજે ઝૂમ દ્વારા માહિતિ આપતા ટીમ KKRનાં CEO વેન્કી માયસોર, ટીમનાં કેપ્ટન દિનેશ કાર્તિક, હેડ કોચ મેકલ્લુમ, […]

આવતીકાલે MI VS KKR વચ્ચે ખેલાશે ક્રિકેટનો જંગ, દિનેશ કાર્તિકે કહ્યું મુંબઈ પાસે વર્લ્ડ ક્લાસ ટીમ, અમે પ્લાનીંગ અને પ્લેયર કોમ્બીનેશન સાથે મેચ જીતવા ઉતરીશું, 160 સુધીનો સ્કોર બની શકે છે ચેલેન્જીંગ
Follow Us:
| Updated on: Sep 22, 2020 | 3:54 PM

T-20 લીગની 13મી સિઝની શરૂઆત તો થઈ ચુકી છે તે સાથે જ ક્રિકેટ ટીમ વચ્ચે હારજીતના પાસા પણ સામે આવવા લાગ્યા છે. આવતીકાલે બે બાહુબલી ટીમ ટકરાવા માટે જઈ રહી છે તેમાં  MI VS KKRનો સમાવેશ થાય છે. આજે ઝૂમ દ્વારા માહિતિ આપતા ટીમ KKRનાં CEO વેન્કી માયસોર, ટીમનાં કેપ્ટન દિનેશ કાર્તિક, હેડ કોચ મેકલ્લુમ, વાઈસ કેપ્ટન ઈઓન મોર્ગને જણાવ્યું હતું કે આવતીકાલની મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંઘર્ષ ભરેલી જરૂર રહેશે કેમકે મુંબઈ પાસે વર્લ્ડ ક્લાસ ટીમ છે પરંતુ અમારી ટીમ પણ પ્રોપર પ્લાન અને કોમ્બીનેશન સાથે ઉતરશે.

વિવિધ સવાલોનાં જવાબ આપતા કેપ્ટન દિનેશ કાર્તિકે જણાવ્યું કે UAEમાં રમાઈ રહેલી મેચ વચ્ચે મીસ કરવા જેવું તો ઘણું બધુ છે જેમ કે ઈડન ગાર્ડનનું ક્રાઉડ, પણ દર્શકોનાં ચહેરા પર સ્માઈલ લાવવા માટેજ આ મેચ પણ રમાઈ રહી છે. આ સાથે જ UAEની સ્લો પીસ પર સ્પીનર અને પેશરોને થઈ રહેલી પરેશાની મુદ્દે તેમણે જણાવ્યું કે આગળ જતા તે પણ સેટ થઈ જશે. આ વખતે કુલદિપ યાદવ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને બહારની દુનિયા પણ તેની પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની માગ કરી રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્કઆઉટ અને ક્વોરન્ટાઈનનાં સવાલ પર જવાબ આપતા જણાવ્યું કે મોટાભાગે સ્પોર્ટસમેનને આઈડલ બેસી રહેવું પોસાય તેમ નથી અને વચ્ચેનો ડ્રાય પીરીયડ ગયો તેમાં ઝૂમ પર ઓનલાઈન શેસન ચાલું ર રહ્યા છે સાથે જ ઈનહાઉસ વર્કઆઉટ પણ ચાલું રાખ્યું છે એટલે ફીટનેશ પર તેની સીધી કોઈ અસર દેખાઈ નથી.

મોટાભાગે CSK અને MI સામે KKR કદાચ સૌથી વધારે મેચ હાર્યું છે અને આવતીકાલે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ મેચ રમાવા જઈ રહી છે ત્યારે કેપ્ટન દિનેશ કાર્તિકે જણાવ્યું કે રમત જેમ જેમ આગળ વધતી જશે તેમતેમ ટફ ફાઈટ અને સ્કોર પણ બનતો જશે. હાલનાં તબક્કે અને આવતીકાલની મેચમાં અગર 160 સુધીનો સ્કોર પહોચે છે તો ચેલેન્જીંગ બની શકે છે. ટીમ પાસે શુભમન ગિલ અને સુનિલ નારાયણ જેવી પેર છે કે જે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ત્યારે આવતીકાલે તેમની પાસેથી પણ ટીમની અપેક્ષાઓ છે. આમ આવતીકાલની MI VS KKR મેચ રસાકસીથી ભરેલી બની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">