T-20: ક્યારેય હાર ના માનો, બસ આ પ્રકારના મનોબળથી મળી છે સફળતાઃ ડેવિડ વોર્નર

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યુ છે કે ક્યારેય હાર ના માનો, આ પ્રકારના મનોબળના કારણે જ તેમની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે.સનરિઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સની સામેને લીગની અંતિમ મેચમાં દશ વિકેટ થી જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી દીધી હતી. વોર્નરે અણનમ 85 રન અને સાહાએ અણનમ 58 રન બનાવ્યા હતા. આ બંનેએ મળીને […]

T-20: ક્યારેય હાર ના માનો, બસ આ પ્રકારના મનોબળથી મળી છે સફળતાઃ ડેવિડ વોર્નર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 05, 2020 | 11:08 PM

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યુ છે કે ક્યારેય હાર ના માનો, આ પ્રકારના મનોબળના કારણે જ તેમની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે.સનરિઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સની સામેને લીગની અંતિમ મેચમાં દશ વિકેટ થી જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી દીધી હતી.

વોર્નરે અણનમ 85 રન અને સાહાએ અણનમ 58 રન બનાવ્યા હતા. આ બંનેએ મળીને 151 રન જોડીને મેચને એક તરફી બનાવી દીધી હતી. વોર્નરે કહ્યુ હતુ કે પંજાબની સામે હારીને હવે સારુ લાગી રહ્યુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મુંબઇએ પોતાના કેટલાક ખેલાડીઓને વિરામ આપી દીધો હતો, જોકે મેદાન પર તેમને 150 રન પર રોકી દેવા એ પણ શાનદાર કાર્ય હતુ. બોલરોને આ માટે શ્રેય જાય છે. શાહબાજ નદીમે શાનદાર બોલીંગ કરી હતી. અમે ક્યારેય હાર ના માનો ની વાત પર મનોબળ બનાવી લીધુ હતુ, તે જ પ્રમાણે ના મનોબળ સાથે અમે દેરક મેચ માં ઉતરતા રહ્યા .

વોર્નરે આગળ કહ્યુ હતુ કે, અમારા કેટલાક ખેલાડીઓ ઇજા પણ પામ્યા હતા પરંતુ તેમની ભાવનાઓ અમારી સાથે હતી અને અમે તેમના માટે જીત દર્જ કરવા માંગતા હતા. જો અમે આગળની મેચોમાં પણ આ જ પ્રકારનુ પ્રદર્શન કરી રહ્યા છીએ તો એજ પ્રકારની લય બનાવી રાખીએ છીએ તો અમને વધારે ખુશી થાય છે.

શાહબાઝ નદીમે પણ કહ્યુ હતુ કે, અમારી પર થોડુ દબાણ હતુ, કારણ કે અમારે માટે તે કુબ જ મહત્વ પુર્ણ મેચ હતી. જોકે અમે પાછળની કેટલીક મેચ જીતી હતી અને અમારી ટીમ લયમાં હતી. એટલા માટે જ અમે આ મેચને એક અન્ય મેચની રીતે જ લીધી હતી. દરેકે પોતાની ભુમીકા નિભાવી હતી, જેના થી અમારે માટે જીત આસાન થઇ ગઇ હતી.  જ્યારે તમે એક મજબુત ટીમને હરાવો છો તો સારુ લાગે છે. આના થી અમારી ટીમનુ મનોબળ પણ વધી જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">