T-20: પ્લેઓફમાં ક્વોલીફાઇ થવા માટે મેદાને ઉતરશે હૈદરાબાદ, સિઝનની નંબર વન ટીમ મુંબઇ સામે થશે ટક્કર

પોતાની ગઇ બે મેચોમાં દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફોર્મમાં આવી ચુકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ. ટી-20 લીગની પ્લેઓફમાં પહોંચવા માટેની, સંભાવનાઓને બરકરાર રાખવાને લઇને હૈદરાબાદની ટીમ મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સની આકરી કસોટી રુપ મેચમાંથી પસાર થવુ પડશે. હૈદરાબાદની ટીમનો નેટ રનરેટ પ્લેઓફની દોડમાં શામેલ બીજી ટીમના પ્રમાણમાં ખુબ જ સારો છે. આવામાં મુંબઇને […]

T-20: પ્લેઓફમાં ક્વોલીફાઇ થવા માટે મેદાને ઉતરશે હૈદરાબાદ, સિઝનની નંબર વન ટીમ મુંબઇ સામે થશે ટક્કર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 03, 2020 | 12:53 PM

પોતાની ગઇ બે મેચોમાં દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફોર્મમાં આવી ચુકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ. ટી-20 લીગની પ્લેઓફમાં પહોંચવા માટેની, સંભાવનાઓને બરકરાર રાખવાને લઇને હૈદરાબાદની ટીમ મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સની આકરી કસોટી રુપ મેચમાંથી પસાર થવુ પડશે. હૈદરાબાદની ટીમનો નેટ રનરેટ પ્લેઓફની દોડમાં શામેલ બીજી ટીમના પ્રમાણમાં ખુબ જ સારો છે. આવામાં મુંબઇને હરાવીને તે ટુર્નામેન્ટમાં અંતિમ ચારમાં સ્થાન બનાવી શકે છે. આક્રમક જોની બેયરસ્ટોને અંતિમ ઇલેવન માંથી બહાર કરવાનો કઠણ ફેંસલો કરીને ટીમ તેનુ યોગ્ય સંયોજન બનાવી શકવામાં સફળ દેખાઇ રહી છે.

ઋદ્ધીમાન સહાએ ડેવિડ વોર્નર ની સાથે મળીને ઓપનર બેટ્સમેન તરીકે પ્રભાવિત દેખાવ કર્યો છે. જ્યારથી જેસન હોલ્ડરે ટીમને હરફનમૌલા ખેલાડીનો વિકલ્પ આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સામે પાછળની મેચમાં આખરી ઓવરોમાં ઝડપી બોલર હોલ્ડર અને સંદિપ શર્માએ પ્રભાવી પ્રદ્રશન કર્યુ હતુ.  ઝડપી બોલર ટી નટરાજન અને અનુભવી રાશિદ ખાન ની હાજરીને લઇને ટીમની બોલીંગ પણ સારી વર્તાઇ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બેંગ્લોરની સામે ગઇ મેચમાં જીત મેળવ્યા બાદ કેપ્ટન વોર્નરે પણ કહ્યુ હતુ કે, 2016 માં ટીમની સામે આ પ્રકારની જ ચુનૌતી હતી, જે વેળા પણ આખરી ત્રણ મેચોમાં અમે જીત મેળવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદને એ વાતનો ખ્યાલ જ હશે કે મુંબઇ ઇન્ડિયન્સ જેવી, મજબુત ટીમ સામે ભુલ કરવાની જગ્યા ખુબ જ ઓછી હશે. જે તેના પાંચમાં ટી-20 ટાઇટલ તરફ આગળ વધી રહી છે. ઇજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઇ તેની ગઇ મેચોમાં બેગ્લોર અને દિલ્હીને હરાવીને આસાની થી પ્લેઓફમાં ક્વોલિફાઇ કરવા વાળી પ્રથમ ટીમ હતી.

ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ એ નવા અને જુના બંને પ્રકારના બોલથી શાનદાર સ્વિંગ બોલીંગ કરી છે. રોહિતની ગેરહાજરીમાં ટીમનુ નેતૃત્વ હાલમા કિરોન પોલાર્ડ કરી રહ્યો છે અને જેમાં તે ખરો પણ ઉતરી રહ્યો છે. ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં રોહિત શર્માની પસંદગી પણ ઇજાને લઇને થઇ શકી નથી. બે સપ્તાહ અગાઉ ઇજા પામેલા રોહિત શર્મા માંસપેશીયોની ઇજાને લઇને તાં સ્વસ્થ થવાને લઇને કોઇ જ અધીકારીક જાણકારી સામે આવી નથી. પોઇન્ટ ટેબલમાં ટોચનુ સ્થાન ધરાવનાર મુંબઇની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને કોઇ મોકો નહી આપવા માંગે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">