T-20: દિલ્હીએ સિરીઝમાં નંબર-1 સ્થાન ટકાવી રાખવા અને કલકત્તાએ પ્લેઓફના નંબર-04 ને જાળવી રાખવા જીત મેળવવી પડશે

પોઇન્ટ ટેબલ ઉપર ટોચ પર રહેલી દિલ્હી કેપિટલ્સે જો ઇન્ડિયન પ્રીમિયર ટી-20 લીગ માં પોતાના એક નંબરના સ્થાનને અકબંધ રાખવું હશે, તો તેના ઓપનર બંને બેટ્સમેનોએ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે આજે અબુધાબીમાં રમાનારી મેચમાં ખૂબ સારું પ્રદર્શન કરવું પડશે. દિલ્હી તરફથી શિખર ધવન ખૂબ જ સુંદર ફોર્મમાં છે. અગાઉની બંને મેચમાં સળંગ બે શતક લગાવ્યા […]

T-20: દિલ્હીએ સિરીઝમાં નંબર-1 સ્થાન ટકાવી રાખવા અને કલકત્તાએ પ્લેઓફના નંબર-04 ને જાળવી રાખવા જીત મેળવવી પડશે
Avnish Goswami

| Edited By: Pinak Shukla

Oct 24, 2020 | 4:10 PM

પોઇન્ટ ટેબલ ઉપર ટોચ પર રહેલી દિલ્હી કેપિટલ્સે જો ઇન્ડિયન પ્રીમિયર ટી-20 લીગ માં પોતાના એક નંબરના સ્થાનને અકબંધ રાખવું હશે, તો તેના ઓપનર બંને બેટ્સમેનોએ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે આજે અબુધાબીમાં રમાનારી મેચમાં ખૂબ સારું પ્રદર્શન કરવું પડશે. દિલ્હી તરફથી શિખર ધવન ખૂબ જ સુંદર ફોર્મમાં છે. અગાઉની બંને મેચમાં સળંગ બે શતક લગાવ્યા હતા. પરંતુ અન્ય બાકીના બેટ્સમેનોની નબળી રમતને કારણે તેને કિંગ્સ ઇલેવન પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

યુવા પૃથ્વી શો સહિતના ટોચના ક્રમના બેટ્સમેનોએ ખૂબ જ જવાબદારી નિભાવવી પડશે. પૃથ્વી શો ગઈ ચાર મેચો દરમ્યાન ની એની બે મેચમાં તે પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પોતાની ઇજાને લઈને અગાઉ જેવી બેટિંગ ની રમત દાખવી નથી રહ્યો. ઇજાથી સ્વસ્થ થઇને  મેદાનમાં પરત ફરેલા ઋષભ પંત પણ ગઈ મેચમાં ક્રિઝ પર સંઘર્ષ કરતો નજરે ચડ્યો હતો.  ઐયર અને પંત સિવાય માર્કસ સ્ટોઇનીશ દિલ્હીના મધ્યમ ક્રમમાં કરોડ રજ્જુના મણકા સમાન છે. ઝડપી બોલર એનરીચ નોર્તઝે અને કાગીસો રબાડા સાથે મળી દિલ્હીની જીતમાં અહમ ભૂમિકા નિભાવી છે.

નોર્તઝે જોકે  ઇજા થવાને લઈને પાછલી મેચમાં રમી શક્યો ન હતો. જો તે આજે ફરીથી મેદાનમાં વાપસી કરે છે, તો દિલ્હીની ફરી એકવાર બોલીંગ ધારદાર બની જશે. આવા સમયમાં ઓસ્ટ્રેલિયા ઝડપી બોલર ડેનિયલ સેમ્સ ને તેની જગ્યા છોડવી પડી શકે છે. કલકત્તાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શરમ જનક પ્રદર્શન પછી, આ મેચમાં મેદાનમાં ઉતરશે. જે મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમ માત્ર 84 રન બનાવી શકી હતી. આનાથી ટીમ પર નકારાત્મક પ્રભાવ સાથે મનોબળને પણ અસર કરી શકે છે.

કલકત્તાના હજુ પણ 10 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ચૌથા નંબર પર રમી રહ્યુ છે. જોકે ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમે પ્લેઓફમાં રહેવું હશે તો, પોતાના પ્રદર્શનને  વધારવું  જરૂરી બની રહ્યું છે. ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન સારા પ્રદર્શનને લઈને ટીમ ને સકારાત્મક પાસુ ઉમેરાયુ છે. આન્દ્રે રસેલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે, જેને લઇ ટીમને નુકસાન થઈ રહ્યું છે. જે ઈજા થવાના કારણે ગઇ મેચમાં રમી શક્યો ન હતો. હવે જોવાની વાત એ છે કે જો સ્વસ્થ થઈ જાય છે તો, મેનેજમેન્ટ તેની ઉપર ભરોસો રાખે છે કે કેમ.  કલકત્તા ને તેના કેપ્ટન ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, શુભમન ગીલ અને નીતીશ રાણાથી ઉપયોગી યોગદાન જરૂર આશા હશે.

કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, રિંકુ સિંહ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati