બોલરો માટે કાળ બન્યો ઋતુરાજ ગાયકવાડ, IPL બાદ પણ બેટથી મચાવી રહ્યો છે ધૂમ, હવે 13 બોલમાં 58 રન ફટકાર્યા

આ ધૂમ મચાવનારા બેટ્સમેન સિવાય અન્ય એક બેટ્સમેને, જે ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં એમએસ ધોનીનો જૂનો સાથી હતો, તેણે ઘણા રન લૂંટ્યા અને શાનદાર અડધી સદી ફટકારી.

બોલરો માટે કાળ બન્યો ઋતુરાજ ગાયકવાડ, IPL બાદ પણ બેટથી મચાવી રહ્યો છે ધૂમ, હવે 13 બોલમાં 58 રન ફટકાર્યા
Ruturaj Gaikwad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 6:28 PM

IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન MS ધોની સહિત યુવા અને અનુભવી ખેલાડીઓએ સમાન ફાળો આપ્યો હતો. સિઝનની પ્રથમ મેચથી લઈને છેલ્લી મેચ સુધી ચેન્નાઈએ જબરદસ્ત મેચ રમી અને ખિતાબ જીત્યો. ટીમના આક્રમક ક્રિકેટ પાછળનું મુખ્ય કારણ યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની જબરદસ્ત બેટિંગ હતી, જે સિઝનની શરૂઆતથી અંત સુધી સતત ચાલુ રહી હતી. માત્ર આ સિઝન જ નહીં, પરંતુ છેલ્લી સિઝનની છેલ્લી 3 મેચની શરૂઆત ધમાકેદાર થઈ હતી.

જે આ સિઝનમાં પણ જોવા મળી હતી અને હવે તે ટૂર્નામેન્ટ પૂરી થયા પછી પણ ચાલુ છે. હાલમાં ઋતુરાજ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટ (SMAT 2021)માં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને અહીં પણ તે તેના બેટથી બોલરોને પછાડી રહ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

4 નવેમ્બરથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં ઋતુરાજ(Ruturaj Gaikwad)નું બેટ પહેલી જ મેચથી ઝળહળવા લાગ્યું હતું, જે ત્રીજી મેચમાં પણ ચાલુ રહ્યું હતું. લખનૌ ખાતે ઓડિશા સામેની ગ્રૂપ A મેચમાં મહારાષ્ટ્રનો 27 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાની આખી ટીમ 19 ઓવરમાં 156 રનમાં સમેટાઈ ગઈ હતી. મહારાષ્ટ્રની આ જીતમાં કેપ્ટન ગાયકવાડની શાનદાર ઈનિંગ્સ ઉપરાંત અનુભવી કેદાર જાધવનો પણ ખાસ હાથ હતો, જેણે પોતે અડધી સદી ફટકારી હતી.

13 બોલમાં 58 રન

ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારનાર મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)આ મેચમાં પણ ચાલુ રહ્યો અને બોલરો માટે તેને સસ્તામાં આઉટ કરવો એ એક કોયડો બની ગયો છે. ઓડિશાના બોલરોની સ્થિતિ પણ અલગ નહોતી. ઓપનિંગ માટે આવેલા ઋતુરાજે જોશ સાથે બેટિંગ કરી અને ઝડપી દાવ રમતા સતત ત્રીજી અડધી સદી ફટકારી. તે શાનદાર સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ અંતે 15મી ઓવરમાં આઉટ થયો હતો.

ઋતુરાજે માત્ર 47 બોલમાં 172ના સ્ટ્રાઈક રેટથી 81 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે માત્ર 13 બોલમાં 58 રન. ગાયકવાડ ઉપરાંત અનુભવી બેટ્સમેન કેદાર જાધવ પણ પાછળ રહ્યો ન હતો. ત્રીજા નંબરે આવેલા જાધવે 35 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 55 રનની સારી ઈનિંગ રમી હતી. જાધવે ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી.

ઓડિશાનો દાવ 18.5 ઓવરમાં 156 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ માટે ઓપનર અંશી રથે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા, જ્યારે મિડલ ઓર્ડરમાં અભિષેક રાઉતે માત્ર 14 બોલમાં 29 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતું નહોતું. મહારાષ્ટ્ર માટે દિવ્યાંગ હિમગણેકરે 4 ઓવરમાં 35 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી અને ટીમને આસાન વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો : AIIMSના ડૉક્ટરે WHOની ચેતવણીને નકારી ! કહ્યું-પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે, કોરોનાની આગામી લહેર શક્ય નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">