સ્ટાર ફુટબોલર નેમારને હરીફ ખેલાડીને મેદાનમાં થપ્પડ મારવી પડી ભારે! બે મેચ માટે પ્રતિબંધ મુકાયો

સ્ટાર ફુટબોલર નેમારને હરીફ ખેલાડીને મેદાનમાં થપ્પડ મારવી પડી ભારે! બે મેચ માટે પ્રતિબંધ મુકાયો

ફૂટબોલર નેમારને હરીફ ટીમના ખેલાડીના માથાના ભાગે થપ્પડ મારવાની ભારે કિંમત ચુકવવી પડી છે. નેમાર પર હવે બે મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાતીવાદી ટીપ્પણીના આક્ષેપને લઇને મેદાનમાં જ બે ટીમો રમત દમર્યાન જ બાખડી પડી હતી અને બંને ટીમના ખેલાડીઓ એકબીજાની સામે લડવા લાગ્યા હતા. મેદાનમાં લડાઇના આ મામલામાં બંને ટીમોના મળીને પાંચ ખેલાડીઓને રેડ કાર્ડ બતાવી મેદાન બહાર મોકલાવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગત  રવિવારે માર્સિલેની સામે એક મેચ દરમિયાન નેમારે હરીફ ટીમના ખેલાડી ગોંજાલેજ એ જાતિવાદી ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતનો વિવાદ છેડાયો હતો અને મેદાનમાં જ મામલો બગડતા બંને ટીમોના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા, આ દરમ્યાન નેમારે ગોજાલેજને થપ્પડ મારી દીધી હતી. આ માટે જાતીવાદી ટીપ્પણી કરી હોવાને લઇને થપ્પડ મારી હોવાનો બચાવ રજુ કર્યો હતો. ત્યારબાદ નેમારે એમ પણ કહ્યું હતું કે પોતાને એ વાતનો પસ્તાવો છે કે તેણે તેના મોં પર થપ્પડ નથી મારી. આ પછી ગોંજાલેજે જાતિવાદી ટીપ્પણીના આરોપને નકારી કાઢ્યો હતો.
 
ફ્રાંસ ફૂટબોલ અનુશાસન આયોગ (એલપીએફ) દ્વારા આ મામલા ને લઇ નેમાર ને બે મેચનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના કારણે મેટ્ઝ ના સામે રમાનારી આગામી મેચમાં તે નહી રમી શકે.  આમ હવે ત્રીજી વાર પોતોની પર લાગેલા પ્રતિબંધને લઇને મેચ ને નહી રમી શકે. આ સિવાય પીએસજીના મિડફીલ્ડર લીએન્ડ્ર પેરેડેઝ પર પણ નેમાર જેટલો જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  જ્યારે લેવીન કુરુઝાવા પર છ મેચોનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો માર્સીલે ના જોર્ડન અમાવીને પ્રતિબંધ લાગવાથી આગળની ત્રણ મેચ નહીં રમી શકે. જ્યારે ડેરીયો બેનેડટ્ટો તો હવે પછીની આગળના મુકાબલાની રમત નહીં રમી શકે.  આ પાંચ ખેલાડીઓને મેચ દરમિયાન રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કરી દેવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati