IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવ્યું ,રોય-વિલિયમ્સે અડધી સદી ફટકારી

અગાઉ, જ્યારે આ બે ટીમો ભારતીય મેદાન પર પ્રથમ હાફમાં મળી હતી, ત્યારે મેચ રાજસ્થાનના નામે હતી. આ બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચનું રિપોર્ટ કાર્ડ રાજસ્થાનના નામે 3-2 છે. જો કે, જો આપણે આઈપીએલના એકંદર આંકડાઓ અથવા આ બંને ટીમો વચ્ચે દુબઈમાં રમાયેલી મેચોના આંકડા જોઈએ તો સ્પર્ધા સમાન રહી છે.

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવ્યું ,રોય-વિલિયમ્સે અડધી સદી ફટકારી
Sunrisers Hyderabad won by 7 wickets

IPL 2021 ની 40મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે થઇ રહેલી ટક્કરમાં સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીત્યો હતો. પ્રથમ બેટીંગ ઇનીંગ કરી 20 ઓવરના અંતે રાજસ્થાને 5 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. જવાબમાં સનરાઇઝર્સની ટીમે 167 રન કરી શાનદાર જીત મેળવી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ બેટીંગ ઇનીંગ

હૈદરાબાદે લક્ષ્યાંકનો પીછો કરવાનું શરૂ કર્યું હતુ. ટીમ માટે નવી ઓપનિંગ જોડી, રિદ્ધિમાન સાહા અને જેસન રોય ક્રિઝ પર હતા. પાવરપ્લેનો અંત આવ્યો, જેમાં હૈદરાબાદે માત્ર 1 વિકેટ ગુમાવી અને 63 રન બનાવ્યા હતા.હૈદરાબાદ (Sunrisers Hyderabad)તરફથી ડેબ્યૂ કરનાર જેસન રોયે શાનદાર ઇનિંગ રમી છે અને અડધી સદી ફટકારી હતી.હૈદરાબાદે (Sunrisers Hyderabad)સતત બે ઓવરમાં બે વિકેટ ગુમાવી હતી અને બંને ડાબા હાથના બોલરોનો શિકાર બન્યા હતા. સાકરિયાએ રોયની વિકેટ લીધી હતી, ત્યારબાદ મુસ્તફિઝુરની ઓવરના છેલ્લા બોલ પર પ્રિયમ ગર્ગ પણ આઉટ થયો હતો.

હૈદરાબાદ 16 ઓવર પૂરી થઈ હતી ત્યારે  ટીમ મેચ જીતવા તરફ આગળ વધી રહી હતી. સ્થિતિ હૈદરાબાદની તરફેણમાં હતી. છેલ્લી 4 ઓવરમાં ટીમને માત્ર 26 રનની જરૂર હતી, જ્યારે 7 વિકેટ બાકી હતી. કેપ્ટન કેન વિલિયમસન ક્રિઝ પર હતો.હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને 19 મી ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકારીને પોતાની અર્ધસદી પૂરી કરી અને ટિમ જીતી ગઈ  હતી.

રાજસ્થાન રોયલ્સ બોલીંગ

જયદેવ ઉનડકટે રાજસ્થાન (Rajasthan Royals) માટે બોલિંગની શરૂઆત કરી અને પ્રથમ ઓવર સારી રહી હતી. જોકે, છેલ્લા બોલ પર સાહાને મિડવિકેટ પાર કરતા બાઉન્ડ્રી મળી હતી. રાજસ્થાનને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પ્રથમ સફળતા મળી હતી.પોતાની પ્રથમ ઓવર કરતા ચેતન સાકરિયાએ રોયની વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ ઇનીંગ

મોટો સ્કોર ખડકવાની યોજના સાથે મેદાને ઉતરેલ રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો ખૂબ ઝડપથી લાગ્યો હતો. ઓપનર એવિન લેવીસ 6 રન કરીને વિકેટ ગુમાવી હતી. જે વખતે રાજસ્થાન(Rajasthan Royals)નો સ્કોર 1.1 ઓવરમાં 11 રન હતો. જોકે ત્યાર બાદ ઓપનર યશસ્વી જસ્વાલ અને સંજૂ સેમસને રમતને આગળ વધારી હતી. બંનેએ 56 રનની પાર્ટનરશિપ કરી હતી. સેમસને સેટ થવા બાદ આક્રમક રમત અપનાવી હતી. તેણે 57 બોલનો સામનો કરીને 82 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા.

જયસ્વાલ બાદ લિયામ લિવિગસ્ટોન મેદાને આવતા તે 4 રન કરીને જ પેવેલિયન પરત ફર્યો હતો. મહિપાલ લોમરોરે (Mahipal Lomror) કેપ્ટનને સાથ આપતી રમત રમી હતી. તેણે વિકેટ પર ટકી રહેવા માટે પ્રયત્ન કર્યો હતો. તેણે 28 બોલમાં 29 રન બનાવ્યા હતા. આઉટ ફોર્મમાં રહેલો રિયાન પરાગ ગોલ્ડન આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ

હૈદરાબાદની ટીમના બોલરો વિકેટ માજે તરસી ગયા હતા. સિદ્ધાર્થ કૌલે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે ઓપનીંગ જોડીને મેચમાં તેના પ્રથમ બોલે જ તોડી હતી. પરંતુ ત્યાર બાદ હૈદરાબાદ (Sunrisers Hyderabad)શરુઆતી દબાણનો મોકો ઝડપી શક્યુ નહોતુ. ભૂવીએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. રાશિદખાને 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ મેળવી હતી. સંદિપ શર્માએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. તે વિકેટ મેળવવાથી નિરાશ રહ્યો હતો. એક મોકો આવ્યો હતો, જે સંદિપે કેચ ડ્રોપ કરી દેતા નિરાશ થયો હતો.

આ પણ વાંચો : SRH vs RR, IPL 2021: હૈદરાબાદ સામે રાજસ્થાને 5 વિકેટ ગુમાવી 165 રનનુ લક્ષ્ય રાખ્યુ, સંજૂ સેમસનની શાનદાર ફીફટી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati