શ્રીસંતે મેદાનમાં પરત ફરતા જ ઉડાડી ગીલ્લી, વિડીયો થયો જબરદસ્ત વાયરલ, જુઓ video

શ્રીસંત (Sreesanth) લાંબા સમય બાદ મેદાન પર પરત આવ્યો છે, સાથે જ તેણે પોતાનો જૂનો અંદાજ પણ દેખાડવા લાગ્યો છે. હાલમાં તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં શ્રીસંત એ કેરલ (Kerala) માટે પોંડુચેરી (Pondicherry) સામે સારુ બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ.

  • Avnish Goswami
  • Published On - 8:56 AM, 13 Jan 2021
Sreesanth blows up as soon as he returns to the field, video goes viral, watch
Sreesanth

શ્રીસંત (Sreesanth) લાંબા સમય બાદ મેદાન પર પરત આવ્યો છે, સાથે જ તેણે પોતાનો જૂનો અંદાજ પણ દેખાડવા લાગ્યો છે. હાલમાં તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં શ્રીસંત એ કેરલ (Kerala) માટે પોંડુચેરી (Pondicherry) સામે સારુ બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. શ્રીસંત એ પોતાના ચાર ઓવરના સ્પેલમાં એક વિકેટ હાંસલ કરી હતી. જે રીતે તેણે બેટ્સમેનને આઉટ કર્યો હતો તે વિડીયો હવે વાયરલ થવા લાગ્યો છે.

પોંડુચેરી સામે મેચમાં શ્રીસંતે ઓપનર બેટ્સમેન ફાવિદ અહેમદને ક્લિન બોલ્ડ કરી દઇને પોતાના જૂના અંદાજને ફરી દેખાડ્યો હતો. ત્યાર બાદ તેની આ વિકેટનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર દરેક પ્લેટફોર્મમાં વાયરલ થવા લાગ્યો છે.

મેચમાં શ્રીસંતે પોતાના સ્પેલમાં કસીને બોલીંગ કરી હતી તેણે પોતાની ચાર ઓવરના સ્પેલમાં લગભગ 29 રન આપ્યા હતા. સાથે જ એક મહત્વની વિકેટ પણ હાંસલ કરી હતી. લાંબા સમય બાદ મેદાનમાં વાપસી કરી છે, આમ આના થી સંતોષજનક વધારે તેને માટે કંઇ નહી હોઇ શકે. શ્રીસંત પર ફેંન્સની નજરો પણ હતી અને તેમને પણ આ પળનો ઇંતઝાર હતો. આ ઝડપી બોલરે કોઇને નિરાશ નહી કરતા બોલીંગ કરી હતી અને શરુઆત સારી કરી હતી. કેરલની ટીમે પોંડીચેરીને 6 વિકેટ થી હરાવીને ટુર્નામેન્ટમાં પણ કેરલ એ શાનદાર શરુઆત કરી છે.

પાછળના કેટલાક સમય થી શ્રીસંત નેટમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે નેટ પર મહેનતન કરતો જોવા મળી રહ્યો હતો. સાથે જ તેણે પોતાની ફિટનેશ પર પણ કામ કર્યુ છે. જોકે હાલમા તેની ઉંમર 37 વર્ષ થઇ ચુકી છે. જોકે આમ છતાં પણ ઉંમર તેની પર હાવી થઇ હોય એમ લાગતુ નથી. તેણે પ્રતિબંધ બાદ તેણે સતત આ જ ઇચ્છા દર્શાવી હતી કે એક દિવસ તે મેદાનમાં પરત ફરશે. આ પળ તેના જીવનમાં આવી ચુકી છે. આગામી મેચમાં તેની પાસે સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.