Sports News: રાષ્ટ્રીય કક્ષાની 9મી કોરિયન કરાટે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બન્યા અમદાવાદના 4 બાળસ્પર્ધક

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 1:26 PM

ટેંગ સો ડો એ કોરિયાની માર્શલ આર્ટનો એક પ્રકાર છે, જે ‘કોરિયન કરાટે’ તરીકે પણ જાણીતો છે. જેની દિલ્લી ખાતેની સ્પર્ધામાં બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ 1 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Sports News:  રાષ્ટ્રીય કક્ષાની 9મી કોરિયન કરાટે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બન્યા અમદાવાદના 4 બાળસ્પર્ધક
Kids won meddle in marshal art

જરૂરિયાતમંદ તેમજ કૌશલ્ય ધરાવતા બાળકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવે તો તેઓ પોતાની કાબેલિયતથી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી શકે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું અમદાવાદના વિસામો કિડઝ ફાઉન્ડેશનમાં. અહીંના 7 બાળકોએ 9મી ટેંગ સો ડો નેશનલ  કરાટે ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પ્રતિયોગિતા મેક્સ મેરી સ્કૂલ, દિલ્હી-એનસીઆર ખાતે યોજાઇ હતી. જેમાં તેજસ્વી બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ 1 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને આશ્રય અને ઉત્તમ શિક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. કોચના માર્ગદર્શન સાથે 4 બાળકોએ કોરિયન કરાટેની સ્પર્ધામાં અન્ય સ્પર્ધકોને માત આપી હતી અને વિજેતા બન્યા હતા  અને ગુજરાતને  ગૌરવ અપાવ્યું હતું.

શું છે ટેંગ સો ડો એ કોરિયા આર્ટ

ટેંગ સો ડો એ કોરિયાની માર્શલ આર્ટનો એક પ્રકાર છે, જે ‘કોરિયન કરાટે’ તરીકે પણ જાણીતો છે. આઈટીએફ ટેંગ સો ડો સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંસ્થા ઇન્ટરનેશનલ ટેંગ સો ડો ફેડરેશન (આઈટીએફ)ની માન્યતા ધરાવે છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા સાત બાળકોમાંથી ચાર બાળકો એવાં હતાં જેમણે જીવનમાં પ્રથમ વખત ટ્રેનમાં મુસાફરી કરવાની મજા માણી હતી, તેમજ આ સાતેય બાળકોએ જીવનમાં પ્રથમ વખત દેશની રાજધાનીમાં ફરવાનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

કિડ્ઝ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં જરૂરિયાતમંદ બાળકોને ઉત્તમ આશ્રય સ્થાન આપે છે સાથે સાથે અહીં એવો પ્રયત્ન કરવામાં આવે છે કે બાળકોને સારું શિક્ષણ મળે તેમજ બહારના વિશ્વ સાથે તેઓ સ્પર્ધાત્મક યુગમાં સબળ રીતે જોડાયેલા રહે. આથી જ આ સંસ્થામાં બાળકોને સ્વસુરક્ષાની તાલીમ પણ આપવામાં આવે છે. બાળકોએ તેમને મળેલી આ તક માટે કોચ શ્યામ દવેનો પણ આભાર માન્યો હતો.

4 બાળકોએ પ્રથમ વાર માણી ટ્રેનની મજા

આ સ્પર્ધામાં વિજેતા બનેલા સાતમાંથી 4 બાળકો એવા હતા  કે જેઓ પ્રથમ વાર ટ્રેનની મુસાફરીની મજા માણી  હતી આથી તેમની જીત સાથે આ પ્રવાસનો આનંદ બેવડાઈ ગયો હતો.  તેમજ આ સાતેય બાળકોએ વિજેતા બનીને દેશની રાજધાની દિલ્લીની સહેલગાહનો પણ આનંદ માણ્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati