Smriti Mandhanaએ ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો

Smriti Mandhanaએ ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો
Smriti Mandhana wins ICC Women's Cricketer of the Year award

સ્મૃતિ મંધાના(Smriti Mandhana)એ ગયા વર્ષે 22 મેચમાં 855 રન બનાવ્યા હતા. તેણે રમતના ત્રણેય ફોર્મેટમાં તેની બેટિંગથી રન બનાવ્યા અને તેથી જ આઈસીસીએ તેને આ સન્માન આપ્યું.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 24, 2022 | 4:33 PM

Women’s Cricketer of the Year : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ(Indian Women Cricket Team)ની ઓપનર સ્મૃતિ મંધાના(Smriti Mandhana)ને ICC દ્વારા ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે. ICCએ સોમવારે એક નિવેદન જાહેર કરીને આની જાહેરાત કરી હતી. આ ભારતીય બેટ્સમેને ગયા વર્ષે કુલ 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચોમાં સ્મૃતિએ 38.86ની એવરેજથી 855 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી.

સ્મૃતિએ ગયા વર્ષે રમતના ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી હતી અને તેથી જ આઈસીસીએ તેને રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી માટે પસંદ કરી છે. મંધાનાની ગણના ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે અને તેણે દર-વર્ષે તેના પ્રદર્શનથી તેનું મહત્વ વધાર્યું છે.

આવું રહ્યું વર્ષ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women’s cricket team)2021માં સંઘર્ષ કર્યો, પરંતુ સ્મૃતિ મંધાનાએ આખું વર્ષ પોતાનું બેટ કૌશલ્ય બતાવ્યું. ભારતે દક્ષિણ આફ્રિકાની યજમાની કરી હતી અને આઠ મેચ રમી હતી જેમાંથી ભારતે માત્ર બે મેચ જીતી હતી. મંધાનાએ બંને મેચમાં મોટી ભૂમિકા ભજવી હતી. બીજી વનડેમાં ભારતે 158 રનનો પીછો કર્યો હતો અને મંધાનાએ અણનમ 80 રન બનાવ્યા હતા. તેણે શ્રેણીની છેલ્લી ટી20 મેચમાં અણનમ 48 રન બનાવ્યા હતા.

ભારતે 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ પણ રમી હતી અને મંધાનાએ આમાં શાનદાર રમત દેખાડી હતી. તેણે પ્રથમ દાવમાં 78 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો રહી હતી. વનડે શ્રેણીમાં ભારત માત્ર એક જ મેચ જીતી શક્યું હતું અને તેમાં મંધાનાએ 49 રન બનાવ્યા હતા. તેણે બીજી ટી20 મેચમાં ફિફ્ટી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા સામે પણ જલવો દેખાડ્યો

ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ મંધાનાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વનડે શ્રેણીની બીજી મેચમાં 86 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તે ડે-નાઈટ ટેસ્ટ મેચ હતી અને આ મેચમાં મંધાના(Smriti Mandhana)ની સદી યાદગાર બની ગઈ હતી. ટેસ્ટમાં આ તેની પ્રથમ સદી હતી.

કારકિર્દી

મંધાના(Smriti Mandhana)એ ભારત માટે ચાર ટેસ્ટ, 62 વનડે અને 84 ટી-20 મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં તેણે 46.42ની એવરેજથી 325 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. વનડેમાં તેણે 41.70ની એવરેજથી 2377 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે ચાર સદી અને 19 અડધી સદી છે. T20માં તેણે 25.93ની એવરેજથી 1971 રન બનાવ્યા છે. તેણે રમતના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ચાર અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ

દક્ષિણ આફ્રિકાના અમ્પાયર Marais Erasmusને ICC અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો

આ પણ વાંચોઃ

IPL 2022 મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવનાર એક હજાર ખેલાડીઓ પર બોલી નહી લાગે, તેનું કારણ બીસીસીઆઈના નિયમ છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati