8 ઈનિંગમાં બનાવ્યા 624 રન, તો પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું, હવે 33 રનના આધારે IPL 2022માં કરોડો રૂપિયાની કમાણી કરશે!

શાહરૂખ ખાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં 33 રન બનાવીને તમિલનાડુને ચેમ્પિયન બનાવ્યું.

8 ઈનિંગમાં બનાવ્યા 624 રન, તો પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું, હવે 33 રનના આધારે IPL 2022માં કરોડો રૂપિયાની કમાણી કરશે!
shahrukh khan

SMAT 2021: એક એવો ખેલાડી જેને મેદાન પર પોતાના નામના કારણે ટોણા સાંભળવા પડે છે. જે ખેલાડીને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં રમવાની તક આપી ન હતી, આજે એ જ ખેલાડીએ ભારતીય ક્રિકેટ (Indian cricket)પર પ્રભુત્વ જમાવ્યું છે. વાત થઈ રહી છે તમિલનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનની, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy)ની ફાઇનલમાં શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

તમિલનાડુના આ બેટ્સમેને છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. શાહરૂખે 15 બોલમાં 3 સિક્સ અને એક ફોરની મદદથી 33 રન બનાવ્યા અને આ ઇનિંગે કર્ણાટક (Karnataka)પાસેથી ટ્રોફી છીનવી લીધી. શાહરૂખ ખાનનું નામ આજે દરેકની જીભ પર છે, પરંતુ તમને જણાવી દઈએ કે, આ ખેલાડીએ અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

શાહરૂખ ખાન (Shah Rukh Khan)ગયા વર્ષે IPLની હરાજી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. આ ખેલાડીને પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. શાહરૂખ ખાનની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ હતી પરંતુ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ આ ખેલાડીને ખરીદવા માટે તૂટી પડ્યા હતા. અંતે પંજાબે શાહરૂખ ખાનને પોતાની ટીમમાં સામેલ કર્યો.

કોણ છે શાહરૂખ ખાન?

શાહરૂખ ખાનનો જન્મ 27 મે, 1995ના રોજ ચેન્નાઈમાં થયો હતો. શાહરૂખે અહીં ક્રિકેટ શીખી અને આ શહેરમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. શાહરૂખ ખાનનું નામ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં શાહરૂખ ખાનની કાકી બોલિવૂડ સુપરસ્ટાર SRKની ફેન હતી. જો કે, તેના નામના કારણે શાહરૂખ ખાનને પણ મેદાન પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. શાહરૂખ ખાને કહ્યું હતું કે, ઘણીવાર વિરોધી ટીમ તેનું નામ લઈને તેને ચીડતી રહે છે.

શાહરૂખ ખાનના પિતા-ભાઈ પણ ક્રિકેટર!

શાહરૂખ ખાનના પિતા મકસૂદ પણ ચેન્નાઈમાં લીગ ક્રિકેટ રમી ચૂક્યા છે અને તેમના મોટા ભાઈ અકરમ પણ તે જ સ્તરે ક્રિકેટ રમ્યા છે. જોકે શાહરૂખ આનાથી આગળ વધી ગયો છે અને તે લિસ્ટ A, રણજી ટ્રોફી, IPL સુધી રમ્યો છે. શાહરૂખ ખાન વર્ષ 2012માં ચર્ચામાં આવ્યો હતો. આ ખેલાડીએ ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરનો એવોર્ડ જીત્યો હતો.

શાહરૂખ ખાનને અંડર-19 વર્લ્ડ કપમાં તક મળી નથી

શાહરૂખ ખાને 2014માં કૂચ બિહાર ટ્રોફીમાં માત્ર 8 ઇનિંગ્સમાં 624 રન બનાવ્યા હતા. જો કે આટલા સારા પ્રદર્શન છતાં તેને અંડર-19 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી ન હતી. આનાથી શાહરૂખ ખાન ઘણો નિરાશ થયો, જેનો તેને હજુ પણ અફસોસ છે. અંડર-19 ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું પરંતુ તેણે 2018માં જ તમિલનાડુ માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું, તે સમયે શાહરૂખ માત્ર 18 વર્ષનો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, શાહરૂખ ખાને ડેબ્યૂ ઇનિંગમાં જ 8 બોલમાં 21 રન બનાવ્યા હતા પરંતુ તે પછીની ચાર મેચોમાં નિષ્ફળ ગયો હતો.

શાહરૂખ 4 વર્ષ સુધી બેન્ચ પર બેઠો હતો

શાહરૂખ ખાનને 2014માં જ તમિલનાડુની રણજી ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આ ખેલાડી આખા 4 વર્ષ સુધી બેન્ચ પર બેઠો હતો. જોકે, જ્યારે શાહરૂખને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો ત્યારે તેણે પોતાના બેટનો ખતરો બતાવ્યો હતો. પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં શાહરૂખ ખાને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા તમિલનાડુ માટે 92 રનની ઇનિંગ રમી હતી. તમિલનાડુએ તે મેચ 151 રને જીતી હતી.

શાહરૂખને મુંબઈ ઈન્ડિયન્સે રિજેક્ટ કર્યો હતો

તમને જણાવી દઈએ કે IPL 2020ની હરાજી પહેલા શાહરૂખ ખાન મુંબઈ ઈન્ડિયન્સના ટ્રાયલમાં ગયો હતો. જ્યાં તે પસંદગીકારોને પ્રભાવિત કરી શક્યો નહોતો. એટલું જ નહીં ટ્રાયલ દરમિયાન તેની આંગળીમાં પણ ઈજા થઈ હતી. IPL 2020ની હરાજીમાં તેના નામ પર કોઈએ બોલી લગાવી નથી. પરંતુ 2021માં પંજાબ કિંગ્સે આ ખેલાડીને 5.25 કરોડમાં ખરીદ્યો હતો અને હવે આવનારી હરાજીમાં આ ખેલાડી વધુ મોંઘા ભાવે વેચાઈ શકે છે. કારણ કે શાહરૂખ ખાન ફિનિશર છે અને દરેક ટીમને આવા ખેલાડીની જરૂર હોય છે.

આ પણ વાંચો : Ravi Shastriને ICC ટ્રોફી ન જીતવાનો અફસોસ, કહ્યું ટીમ ઈન્ડિયા માટે ક્યારે શ્રેષ્ઠ તક હતી

Click on your DTH Provider to Add TV9 Gujarati