SLPL લીગ: શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટા બાદ હવે સલમાન પરીવારે પણ ક્રિકેટ જગતમાં ઝુકાવ્યુ, પ્રિમિયર લીગની એક ટીમને સલમાન પરીવારે ખરીદી

શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટા બાદ હવે બોલીવુડના ભાઇજાન  એટલે કે સલમાન ખાનનો પરીવાર પણ ક્રિકેટના મેદાનમાં ઉતરી આવ્યો છે. સ્ટાર એકટર સલમાન ખાન ના પરીવારે પણ શ્રીલંકાઇ પ્રિમિયર લીગમાં કૈંડી ટસ્કર્સ ફેંચાઇઝી ખરીદી છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે 21 નવેમ્બર થી શ્રીલંકામાં રમાનારી છે. જે 13 ડીસેમ્બર સુધી રમાશે. કૈડી ટસ્કર્સમાં યુનિવર્સ બોસ એટલે […]

SLPL લીગ: શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટા બાદ હવે સલમાન પરીવારે પણ ક્રિકેટ જગતમાં ઝુકાવ્યુ, પ્રિમિયર લીગની એક ટીમને સલમાન પરીવારે ખરીદી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 22, 2020 | 10:41 AM

શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટા બાદ હવે બોલીવુડના ભાઇજાન  એટલે કે સલમાન ખાનનો પરીવાર પણ ક્રિકેટના મેદાનમાં ઉતરી આવ્યો છે. સ્ટાર એકટર સલમાન ખાન ના પરીવારે પણ શ્રીલંકાઇ પ્રિમિયર લીગમાં કૈંડી ટસ્કર્સ ફેંચાઇઝી ખરીદી છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે 21 નવેમ્બર થી શ્રીલંકામાં રમાનારી છે. જે 13 ડીસેમ્બર સુધી રમાશે. કૈડી ટસ્કર્સમાં યુનિવર્સ બોસ એટલે કે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ પણ સામેલ થયો છે.

સલમાન ખાનનો નાના ભાઇ સોહેલ ખાન અને તેના પિતા તથા જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર સલિમખાન  સોહેલ ખાન ઇન્ટરનેશનલ એલએલપી ના હિસ્સેદાર છે. સોહેલ ખાન ઇન્ટરનેશનલ એલએલપી એ જ કૈંડી ટસ્કર્સમાં નિવેષ કર્યો છે. સોહેલ ખાને એક અગ્રેજી સમાચાર પત્રને કહ્યુ છે કે, તેમને શ્રીલંકાઇ પ્રિમિયર લીગમાં સંભાવનાઓ દેખાઇ રહી છે. સલીમ ખાનના ત્રણ પુત્રોમાં સૌથી નાના એવા સોહેલ ખાને કહ્યુ છે કે, સલમાન ખાન કૈંડી ટસ્કર્સની તમામ મેચોમાં હિસ્સો લેશે. સોહેલ ખાન યુનિવર્સ બોસ ક્રિસ ગેઇલને પોતાની ટીમનો ભાગ બનાવીને ખુબ ઉત્સાહિત છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ક્રિસ ગેઇલના બાબતે સોહેલ ખાને કહ્યુ હતુ કે, સ્વાભાવિક રીતે જ તે એક યુનિવર્સ બોસ છે. જોકે અમારી પુરી ટીમ ખુબ સારી છે. કુસલ પરેરા સ્થાનિક આઇકન છે. આ ઉપરાંત અમારી પાસે લિયામ પ્લંકેટ, વહાબ રિયાઝ, કુસલ મેંડિસ અને નુવાન પ્રદિપ જેવા ખેલાડીઓ છે. આ તમામ ખેલાડીઓ યુવા પ્રતિભા અને અનુભવનુ સારુ મિશ્રણ છે. સોહેલે કહ્યુ હતુ કે, અમારી ટીમમાં જે પ્રમાણે ખેલાડીઓ છે અને પ્રશંસકોનુ ઝુનુન છે. તે સૌથી વધીને છે. અમને તેમાં ખુબ જ ક્ષમતા જોવા મળી રહી છે. તેમણે એ પણ બતાવ્યુ સલમાન ખાન તેમની ટીમની તમામ મેચને નિહાળવા માટે પણ જશે.

જાણકારી મુજબ શ્રીલંકાની પ્રિમયર લીગમાં સલમાન ખાન ના પરીવાર સિવાય પણ બે અન્ય ભારતીય કંપનીઓએ પણ તેમા રોકાણ કર્યુ છે. આ ઉપરાંત એક શ્રીલંકાઇ કંપની પણ છે. શ્રીલંકાઇ જે કંપની છે તે, શ્રીલંકાના ઓલરાઉન્ડર પુર્વ ખેલાડી અને કોમેન્ટેટર રસેલ આર્નલ્ડ પણ જોડાયેલા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">