પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નનું નિવેદન, ઇંગ્લેન્ડ સામે શરમજન હારને લઇને ઓસ્ટ્રેલીયાનાં મનોબળને પડશે ફટકો

પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્ને જણાવ્યું હતું કે લો-સ્કોરિંગની બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડ સામે 24 રનની હારથી ઓસ્ટ્રેલિયાના મનોબળને મોટો ફટકો પડશે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ નવ વિકેટે 231 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 207  રનમાં સમેટાઈ ગઈ હતી.એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 144 હતો અને […]

પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નનું નિવેદન, ઇંગ્લેન્ડ સામે શરમજન હારને લઇને ઓસ્ટ્રેલીયાનાં મનોબળને પડશે ફટકો
https://tv9gujarati.com/sports-tv9-stories/purv-diggaj-spin…-shake-che-fatko-159778.html
Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 3:35 PM

પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્ને જણાવ્યું હતું કે લો-સ્કોરિંગની બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડ સામે 24 રનની હારથી ઓસ્ટ્રેલિયાના મનોબળને મોટો ફટકો પડશે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ નવ વિકેટે 231 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 207  રનમાં સમેટાઈ ગઈ હતી.એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 144 હતો અને તેવું લાગી રહ્યું હતું કે તે આ મેચ સરળતાથી જીતી લેશે, પરંતુ તે પછી તેની બેટિંગ પત્તાના કિલ્લાની માફક જ વિખરાઈ ગઈ.

Shane Warne

વોર્નરે વન ડે સિરીઝ પહેલા રમવામાં આવેલી ટી -20 શ્રેણીની પ્રથમ મેચના પ્રદર્શનને યાદ કરતાં કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા ની ટીમ તે મેચ પહેલા ઘણા સમયથી ક્રિકેટ રમી નહોતી, તેથી તમે તેના પર નરમ રહી શકો. આને કારણે, જોકે, તેઓ એ શ્રેણી ગુમાવી દીધી હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયા પણ એક સમયે મજબૂત સ્થિતિમાં હતું, જેના બે વિકેટે 124 રન નોંધાવ્યા હતા. પરંતુ તે પછી સતત વિકેટો પડી જવાથી, તે ફક્ત 148 રન જ બનાવી શકી હતી અને મેચને બે રનથી ગુમાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કહ્યું, ‘તે પછી ટીમ ખૂબ સારું પ્રદર્શન કરી રહી હતી, પરંતુ આ વનડેના પરિણામથી તેમના હોંસલા ઝટકો લાગ્યો હશે. આવી સ્થિતી માં મેચ જીતવાનો ગર્વ થતો હોય છે. સામાન્ય રીતે આ ટીમ આવુ કરતી નથી. તેમણે સારું પ્રદર્શન કર્યું ન હતું, માત્ર એરોન ફિંચ લયમાં દેખાઈ રહ્યો હતો. હવે શ્રેણી 1-1થી બરાબર છે. આવી સ્ક્રીપ્ટ કોણ લખે છે?  એમ પણ વોર્ને કહ્યુ હતુ.

ઇંગ્લેન્ડ એક સમયે આઠ વિકેટે 149 રન બનાવી મુશ્કેલ સ્થિતિમાં હતું, પરંતુ ટોમ કુરાન (37) અને આદિલ રાશિદ (અણનમ 35) નવમી વિકેટ માટે 76 રન જોડીને ટીમને વધુ સારી સ્થિતિમાં લાવી શકશે. વોર્ને બોલરો પર નિશાન સાધતા કહ્યું, “તેઓ થોડા ખોટા હતા.” વિકેટ મેળવવાના પ્રયાસ કરવામાં તે થોડા લોભી થયા હતા. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે રમાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati