Sanju Samson બન્યો ‘મસીહા’, કેરળના યુવા ફૂટબોલરને મદદ કરીને લોકોના દિલ છીનવી લીધા

સંજુ સેમસન (Sanju Samson)અન્ય લોકોની મદદ માટે ઘણી વખત આગળ આવ્યો છે. વર્ષ 2019 માં તેણે તેમની ઈનામની રકમ મેદાનના કાર્યકરોને દાન કરી છે.

Sanju Samson બન્યો 'મસીહા', કેરળના યુવા ફૂટબોલરને મદદ કરીને લોકોના દિલ છીનવી લીધા
Sanju Samson

Sanju Samson : ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) તેની ઉદારતા માટે જાણીતો છે. કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં લોકોને મદદ કરવી હોય કે ફિલ્ડ વર્કર્સ માટે પૈસા દાન કરવા હોય, તે હંમેશા ફિલ્ડની બહાર હીરો છે. ફરી એકવાર સેમસન પોતાની ઉદારતાના કારણે ચર્ચામાં આવ્યો છે.

સેમસને આ વખતે યુવા ફૂટબોલર (Footballer)ને મદદ કરી છે. સેમસનના કારણે આ ફૂટબોલર પોતાની કારકિર્દીને આગળ વધારવા વિદેશ જવાનો છે. આ સંદર્ભમાં ચેંગન્નુરના ધારાસભ્ય સાજી ચેર(Saji Cherain) ને પોતાની ફેસબુક પોસ્ટ (Facebook post)માં સંજુ સેમસનની ઉદારતા વિશે માહિતી આપી હતી. સાજી તમિલનાડુના ક્લચર અને યુવા બાબતોના મંત્રી પણ છે.

મન્નાર કુતુમપુરનો રહેવાસી આદર્શ હાલમાં તિરુવલ્લા મરાથોમા કોલેજમાં વિદ્યાર્થી છે. તેની પસંદગી સ્પેનની પાંચમી ડિવિઝન લીગ સીડી એ વર્ઝન ડેલ ક્યુમિનોના એક મહિનાના તાલીમ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. અહીં તેને પાંચ મેચ રમવાની તક પણ મળશે અને જો તેનું પ્રદર્શન સારું રહેશે તો તેને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવી શકે છે. જો કે, તેની પાસે ફ્લાઇટની ટિકિટના પૈસા ન હતા અને તેને ડર હતો કે, તેના કારણે તે સ્પેન જવાની તક ગુમાવશે.

સંજુ સેમસને મદદ કરી

સાજી( Saji Cherain) એ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આ યુવા ખેલાડીની મદદ કરવાની અમારી જવાબદારી હતી પરંતુ તમામ કાર્યવાહીમાં સમય લાગ્યો જ્યારે આદર્શને શક્ય તેટલી વહેલી તકે સ્પેન છોડવાની જરૂર હતી. આવી સ્થિતિમાં આપણા જ સંજુ સેમસન આગળ આવ્યા અને આદર્શની ફ્લાઈટ ટિકિટ સ્પોન્સર કરી. આ પછી કારાકડ લીઓ ક્લબે 50 હજાર રૂપિયા આપ્યા. આદર્શ કાલે મેડ્રિડ જશે. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો મોટો પ્રશંસક છે અને હવે તેના જેવો બનવા જઈ રહ્યો છે. મને આશા છે કે, આ તક તેના માટે મહત્વની સાબિત થશે.આ પછી ચાહકોએ સંજુ સેમસનના જોરદાર વખાણ કર્યા અને તેને અસલી હીરો ગણાવ્યો.

સંજુ સેમસન હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો છે. જેમાં તે શાનદાર રમત બતાવી રહ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં કેરળના કેપ્ટન તરીકે ભાગ લઈ રહ્યો છે. આ પહેલા તેણે આઈપીએલમાં પણ રન બનાવ્યા હતા. તેમ છતાં તેની ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી. આ કારણે, ચાહકોએ #justiceforsanjusamson ટ્રેન્ડ કર્યો.

આ પણ વાંચો : ગુજરાતીઓએ ઠુંઠવાવા માટે રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ, અમદાવાદમાં 15.3 અને કચ્છના નલિયામાં 13.8 ડિગ્રી ઠંડી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati