જ્યારે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમમાં આવ્યુ લેપટૉપ, સચિન તેંદુલકર બોલ્યા ક્રિકેટમાં આનુ શું કામ ?

જ્યારે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહેલું લેપટોપ(Laptop) આવ્યું હતું આ જોઈને તેમને એક વખત આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું હતું કે ક્રિકેટમાં લેપટોપનું શું કામ છે?

જ્યારે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમમાં આવ્યુ લેપટૉપ, સચિન તેંદુલકર બોલ્યા ક્રિકેટમાં આનુ શું કામ ?
Sachin Tendulkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:50 AM

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે (Sachin Tendulkar) ક્રિકેટમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ભારતીય ક્રિકેટની એક રસપ્રદ ઘટના જણાવી છે.ઉપરાંત, તેણે કહ્યું કે તેના આવવાથી તેને રમતમાં કેવી રીતે મદદ મળી. એક મુલાકાત દરમિયાન તેંદુલકરે જણાવ્યું હતું કે 2002 એ વર્ષ હતું જ્યારે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહેલું લેપટોપ(Laptop) આવ્યું હતું આ જોઈને તેમને એક વખત આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું હતું કે ક્રિકેટમાં લેપટોપનું શું કામ છે.

પરંતુ ધીમે ધીમે તે સમજી ગયા કે કઇ રીતે ટેકનોલોજીના ઉપયોગથી રમતમાં સુધારી કરી શકાય છે.સચિન તેંદુલકરે(Sachin Tendulkar) એક ન્યૂઝ પેપરને  આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘ટેક્નોલોજીએ બધું બદલી નાખ્યું છે. 2002 માં એક લેપટોપ ડ્રેસિંગ રૂમમાં લાવવામાં આવ્યું અને મેં પૂછ્યું કે લેપટોપ ડ્રેસિંગ રૂમમાં શું કરશે?

તેમણે કહ્યું કે ટીમને ટેક્નોલોજીના ઉપયોગથી ઘણો ફાયદો થયો છે. તેમાં થોડો સમય લાગ્યો પણ બધાએ તેને અપનાવ્યુ અને તેની સાથે ઢળી ગયા. સમય જતાં તેને અપનાવી લેવામાં આવ્યુ. પછી જ્યારે તેને અપનાવી  લેવામાં આવે છે, ત્યારે તેઓ પણ તે મુજબ ઢળી જવાય છે.  અમારી ટીમ મીટિંગ  વધુ સારી થવા લાગી. તે કોઈના વ્યક્તિગત અભિપ્રાય પર છોડવામાં ન આવી. એટલા માટે મીટિંગ પહેલા જેવી ન હતી જ્યાં અમે કહેતા હતા કે યાદ છે ને મેલબર્નમાં આઉટસ્વિંગ પર આઉટ કર્યા હતા.  તે કહ્યા બાદ કોઇને ખબર નહોતી કે મેલબર્નમાં શુ થયુ હતુ અને કોણે કોને કેવીરીતે આઉટ કર્યા હતા.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, ટેકનોલોજીની મદદથી તે સરળતાથી કહી શકાય કે બેટ્સમેનનો પગ ક્યાં પડી રહ્યો હતો અને કેવી રીતે બેટ્સમેન એક જ રીતે કેવી રીતે આઉટ થઈ રહ્યો હતો.પરંતુ એવું કહેવું જ જોઇએ કે તમામ ક્રિકેટર ટેકનોલોજીના ઉપયોગથી આનંદ આવતો નહોતો.

કેટલાકને લાગે છે કે અતિ થઇ રહી છે. સચિને જણાવ્યું કે તેણે ટેકનોલોજીના ઉપયોગને લઈને  અલગ રણનીતિ અપનાવી. તેઓએ માની લીધું કે જો તેઓ તેમાં વધારે પડતા અંદર જશે તો ગડબડ થઇ જશે.તેંડુલકરે કહ્યું કે તે ઘણી વખત વિરોધી ટીમની બોલિંગ જોતા હતા પરંતુ તે તેની બેટિંગને વધારે જોતા નહોતા. તેમની યોજના બોલરો અનુસાર સંપૂર્ણ તૈયારી કરવાની હતી.

આ પણ વાંચોIND vs ENG: ઇંગ્લેન્ડને ટોસ જીતી ભારતને બેટીંગમાં ઉતારવાનો દાવ રાહુલ-રોહિતે ઉંધો કરી દીધો, રાહુલનુ શતક, ભારત 276-3

આ પણ વાંચોIND vs ENG 2nd Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમતનો અંત, કેએલ રાહુલના શાનદાર શતક સાથે ભારતનો સ્કોર 3 વિકેટે 276 રન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">