ઓસ્ટ્રેલીયામાં રોહિત, પંત, ગીલ અને પૃથ્વી હોટલમાં જમવા તો ગયા, જાણો બિલ કોણે ચુકવ્યું

  • Avnish Goswami
  • Published On - 9:29 AM, 2 Jan 2021
In Australia, Rohit, Pant, Gill and Prithvi continued to enjoy going to the hotel, talking on the bill!
હોટલમાં સ્ટાર ખેલાડીઓને સામે જોઇ ખુશ થઇ ગયો પ્રશંસક

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં ઓસ્ટ્રેલીયા (Australia) માં પ્રવાસ કરી રહી છે. ટીમ ઇન્ડીયા જ્યારે પણ ઓસ્ટ્રેલીયા પહોંચે છે, તો તેને ત્યાં ખૂબ સપોર્ટ મળે છે. આ દરમ્યાન જો કોઇ ફેનને ટીમ ઇન્ડીયાના ક્રિકેટર પોતાની સામે કોઇ હોટલમાં બેઠેલા જોવા મળી જાય તો, સ્વાભાવિક જ છે તેની સાથે તસ્વીર ખેંચવાનુ પસંદ કરશે. જોકે એક ભારતીય પ્રશંસકે કંઇક આવુ કર્યુ હતુ, જેનાથી ના તો ફ્કત ટીમ ઇન્ડીયાના સ્ટાર ખેલાડીઓને ચોંકાવી દીધા પરંતુ લોકોનુ દિલ પણ જીતી લીધુ હતુ.

ટીમ ઇન્ડીયા મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) મેચ રમીને હાલમાં ત્યાં જ રોકાયેલી છે. સિડની (Sydney) માં 7 જાન્યુઆરી થી રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે 4 જાન્યુઆરીઓ મેલબોર્ન રવાના થશે. આવામાં ટીમ ઇન્ડીયાના ખેલાડી પોતાના માટે સમય નિકાળીને મેલબોર્નમાં સુરક્ષીત સ્થળો પર લટાર લગાવી દેતા હોય છે. જેનાથી એક ભારતીય પ્રશંસકનો જાણે કે દિવસ બની ગયો.

નવલદિપ સિંહ નામના એક ટ્વીટર યુઝરે શુક્રવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્રારા એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં એક હોટલમાં તેઓ બેઠા હતા ત્યાં જ તેમની સામેના ટેબલ પર રોહિત શર્મા (Rohit Sharma), શુભમન ગીલ (Shubhaman Gill), ઋષભ પંત (Rishabh Pant) અને પૃથ્વી શો (Prithvi Shaw) બેઠા હતા. પોતાની સામે ભારતીય ખેલાડીઓને જોઇને નવલદિપ સિંહ (Navaldeep Singh) ખુબ જ ખુશ હતો. જોકે તેણે પોતાના સ્ટાર ખેલાડીઓના પ્રતિ સન્માન રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના પ્રયાસમાં તેણે તેમના પ્રત્યે પ્રેમ દર્શાવતા તેમનુ જમવાનુ બીલ 118.69 ડોલર એટલે કે 6683 રુપિયા પોતે જ ચુકવી દીધુ હતુ.

https://twitter.com/NavalGeekSingh/status/1344911413358125056?s=20

તેણે બીલનો ફોટો પણ ટ્વીટર પર પોષ્ટ કરી દીધો હતો. સાથે જ લખ્યુ હતુ કે, તેમને જાણ નથી, પરંતુ મે તેમના ટેબલનુ બીલ પણ ચુકવી દીધુ છે. પોતાના સુપર સ્ટાર ના માટે કમસે કમ આટલુ તો કરી જ શકુ છું ને. પરંતુ જ્યારે ભારતીય ખેલાડીઓને આ વાતની જાણ થઇ તો તેઓ હેરાન રહી ગયા હતા. તેઓ તેમને પૈસા લેવાની રિક્વેસ્ટ કરવા લાગ્યા હતા.

નવલદિપ સિંહે પોતાની ટ્વીટમાં તે અંગે પણ લખ્યુ હતુ. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે મે તેમનુ બીલ ચુકવી દીધુ છે તો, રોહિત શર્મા એ કહ્યુ કે ભાઇ પૈસા લઇ લો. સારુ નથી લાગતુ. મે પણ કહ્યુ કે, સર આમ ના થઇ શકે. પંતે મને ગળે લગાવ્યો હતો અને કહ્યુ કે ફોટો ત્યારે જ થશે કે જ્યારે પૈસા પરત લેશો. મે પણ કહ્યુ કે એ તો નહી થઇ શકે. અંતે બધાએ ફોટો પડાવ્યો. મજા આવી ગઇ. અંતમં પંતે નવલદિપ સિંહની પત્નિને મજાકમાં કહ્યુ, ભાભીજી લંચને માટે આભાર.

https://twitter.com/NavalGeekSingh/status/1344948041594204160?s=20

નવલદિપે ત્યાર બાદ ભારતીય ખેલાડીઓની કેટલીક તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ થી પોષ્ટ કરી હતી. તેના આ પગલાને લઇને ભારતીય ટ્વીટર યુઝરે પણ ખૂબ વખાણ કર્યા હતા. સાથે જ અનેક લોકોએ લખ્યુ હતુ કે નવા વ્રષની શરુઆત આનાથી વધારે સારી ના હોઇ શકે.