IND vs SA: માહીના હોમગ્રાઉન્ડમાં રોહીત શર્માએ ફટકારી કરિયરની પ્રથમ બેવડી સદી
ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન રોહીત શર્માએ રાંચીમાં પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી છે. રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે રોહીત શર્માએ 249 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન પૂરા કર્યા. આ પહેલા તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો, જે તેમને પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની સામે કોલકાત્તામાં નવેમ્બર 2013માં […]
ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન રોહીત શર્માએ રાંચીમાં પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી છે. રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે રોહીત શર્માએ 249 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન પૂરા કર્યા.
આ પહેલા તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો, જે તેમને પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની સામે કોલકાત્તામાં નવેમ્બર 2013માં બનાવ્યા હતા. તેમના ટેસ્ટ કરિયરમાં રોહીત શર્માએ ત્રીજી વખત 150થી વધારે રનનો સ્કોર બનાવવામાં સફળ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પહેલા સલામી બેટસમેન મયંક અગ્રવાલ અને કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. ત્યારે રોહીત શર્મા અને રહાણેએ ઝડપથી રન બનાવ્યા. ત્યારે રહાણેએ પણ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી છે.
રહાણે 115 રન બનાવીને જોર્જ લિન્ડેની બોલિંગ પર આઉટ થયા હતા. રોહીત શર્મા અને રહાણેની વચ્ચે કુલ 267 રનની ભાગીદારી થઈ હતી. ત્યારે સાઉથ આફ્રિકા તરફથી અત્યાર સુધી કાગિસો રબાડાએ 2 વિકેટ અને એનરિક નોર્ટજે અને લિન્ડેએ એક-એક વિકેટ લીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]