રાજસ્થાનને ટાઈટલ જીતાડતા મળ્યુ હતુ રોકસ્ટારનુ નામ, જાણો રવિન્દ્ર જાડેજાનુ IPL કેરિયર

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમનો સ્ટાર ખેલાડી છે. ઓલ રાઉન્ડર ખેલાડી વર્ષ 2008 થી IPL માં રમત રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ શરુઆત રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે કરી હતી.

રાજસ્થાનને ટાઈટલ જીતાડતા મળ્યુ હતુ રોકસ્ટારનુ નામ, જાણો રવિન્દ્ર જાડેજાનુ IPL કેરિયર
Ravindra Jadeja
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2021 | 12:31 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમનો સ્ટાર ખેલાડી છે. ઓલ રાઉન્ડર ખેલાડી વર્ષ 2008 થી IPL માં રમત રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શરુઆત રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે કરી હતી. ત્યાર બાદ તે કોચી ટસ્કર્સ કેરલ સાથે જોડાયો હતો. હાલમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ સાથે છે. IPL 2012ના દરમ્યાનના ઓકશન દરમ્યાન ચેન્નાઇ ની ટીમ એ તેને 9.80 કરોડ રુપિયામાં પોતાની સાથે ખરિદ કર્યો હતો. તે આ ઓકશનમાં સૌથી મોંઘો પ્લેયર બન્યો હતો. તેના બાદ થી તે, મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની આગેવાની હેઠળની ચેન્નાઇ ટીમમાં રમી રહ્યો છે. જોકે 2015માં જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ પર પ્રતિબંધ લાગતા તે ગુજરાત લાયન્સ સાથે જોડાયો હતો. જ્યાં તેના કેપ્ટન સુરેશ રૈના (Suresh Raina) હતા. જાડેજા ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ખાસ અને ટીમનો મહત્વનો ખેલાડી છે.

વિશ્વના શાનદાર ફિલ્ડરોમાંથી એક રવિન્દ્ર જાડેજાએ આઇપીએલની પ્રથમ સિઝનમાં જ પોતાની કાબેલિયતની છાપ છોડી હતી. રાજસ્થાન રોયલ્સની જીતમાં તેનુ મહત્વનુ યોગદાન હતુ. આ દરમ્યાન શેન વોર્ન એ તેને રોકસ્ટાર ગણાવ્યો હતો. તેના બાદ તેનુ નિકનેમ રોકસ્ટાર બની ગયુ હતુ. પ્રથમ સિઝનમાં જાડેજાએ 135 રન બનાવ્યા હતા અને 7 કેચ ઝડપ્યા હતા. જે સિઝન દરમ્યાન તેને વધારે બોલીંગ કરવાની તક નહોતી મળી. 2009માં તેને બોલીંગ કરવાનો મોકો મળ્યો હતો તેણે 13 મેચમાં 6 વિકેટ ઝડપી હતી, સાથે જ 295 રન બનાવ્યા હતા. રનના હિસાબ થી જોવામાં આવે તો તે તેના માટે સારી સિઝન રહી હતી. આ દરમ્યાન રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારી છાપ ઉપસાવી રહ્યો હતો, ત્યારે જ તે એક મોટી ભૂલ કરી બેઠો હતો.

પ્રતિબંધીત થઇ ગયો હતો રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા 2009ની આઇપીએલ બાદ અન્ય ટીમ સાથે પોતાના અંગે ભાવ તાલ કરવા લાગ્યો હતો. જે આઇપીએલના નિયમોનુ ઉલ્લંઘન હતુ. વાત જ્યારે સામે આવી તો. જાડેજાને આઇપીએલની વર્ષ 2010ની સિઝન રમતો અટકાવી દેવાયો હતો. બતાવવામાં આવી રહ્યુ છે કે, મુંબઇ ઇન્ડીયન્સ ને પોતાને ખરીદવા અંગે કહી રહ્યો હતો. જોકે સજા માત્ર જાડેજાને જ મળી હતી. 2011માં જાડેજા ને કોચિ ટસ્ટકર્સ દ્રાર ખરિદવા માં આવ્યો હતો. જ્યા તે માત્ર એક જ સિઝન રમ્યો હતો અને તે આગળના વર્ષે ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાઇ ગયો હતો. ત્યાર થી તે સતત ચર્ચામાં રહ્યો છે અને તે સાથે જ ભારતીય ટીમ માટે પણ મહત્વનો ખેલાડી બની ચુક્યો છે. 2008માં અંડર 19 વિશ્વકપ જીતવા વાળી ટીમના સદસ્ય પણ જાડેજા રહી ચુક્યો હતો. આઇપીએલ 2018માં ત્રીજા નંબર ના ખેલાડીના રુપમાં તેને રીટેઇન કરવામાં આવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અત્યાર સુધી એક ફીફટી નોંધાવી છે જાડેજાએ આઇપીએલમાં અત્યાર સુધીમાં 184 મેચ રમી છે. જેમાં તેણે 2159 રન બનાવ્યા છે. સાથે જ 114 વિકેટ પણ ઝડપી છે. તે એક માત્ર એવો ખેલાડી છે, કે જેમે 2000 થી વધારે રન બનાવ્યા હોવા ની સાથે 100 વિકેટ પણ ઝડપી હોય. જાડેજાના નામે આઇપીએલમાં 68 કેચ છે. જોકે આઇપીએલમાં જાડેજા માત્ર એક જ અર્ધ શતક લગાવી શક્યો છે. જે પણ તેણે ગત વર્ષની સિઝનમાં જ ફટકાર્યુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">