Road Safety World Series: યુવરાજ સિંહનો તોફાની અંદાજ, એક જ ઓવરમાં સળંગ ચાર છગ્ગા લગાવ્યા, જુઓ વીડિયો

રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની 13મી મેચ ઈન્ડીયા લીજેન્ડ (India Legend) અને સાઉથ આફ્રિકા લીજેન્ડ (South Africa Legend) વચ્ચે રમાઈ.

Road Safety World Series: યુવરાજ સિંહનો તોફાની અંદાજ, એક જ ઓવરમાં સળંગ ચાર છગ્ગા લગાવ્યા, જુઓ વીડિયો
Yuvraj Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 14, 2021 | 12:00 AM

રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની 13મી મેચ ઈન્ડીયા લીજેન્ડ (India Legend) અને સાઉથ આફ્રિકા લીજેન્ડ (South Africa Legend) વચ્ચે રમાઈ. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 3 ગુમાવીને 204 રનનો સ્કોર કર્યો હતો. યુવરાજ સિંહ (Yuvraj Singh)એ આ મેચમાં તેના અસલી મિજાજમાં જોવા મળ્યો હતો. તેણે લગભગ 22 બોલમાં 52 રનની તોફાની ઈનીંગ રમી હતી. ઈનીંગની 18મી ઓવરમાં સતત ચાર છગ્ગા યુવીએ લગાવી દીધી હતા. આ સાથે જ તેણે છ બોલમાં છ છગ્ગાની યાદને તાજી કરાવી દીધી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

યુવરાજ સિંહે ઈનીંગની 18મી ઓવર નાંખવા માટે આવેલા જાનડેર ડિ બ્રુનની ઓવરના પ્રથમ બોલને ડોટ રમ્યો હતો. ત્યારબાદ યુવરાજ સિંહે આગળના ચાર બોલમાં સળંગ ચાર છગ્ગા લગાવી દીધા હતા. યુવરાજ સિંહે ધુંઆધાર બેટીંગ કરતા 21 બોલમાં જ પોતાનું અર્ધશતક પુરુ કરી લીધુ હતુ. યુવરાજસિંહની તોફાની પારીને લઈને ભારતીય ટીમે આખરી પાંચ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 80 રન કર્યા હતા. સાથે જ 200નો આંકડો પણ પાર કરી લીધો હતો. યુવરાજ સિંહે પોતાની અર્ધશતકીય ઈનીંગ રમવા દરમ્યાન 2 ચોગ્ગા અને છ છગ્ગા લગાવ્યા હતા. T20માં છ બોલમાં છ છગ્ગા લગાવનારા યુવરાજસિંહે 236ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે પણ શાનદાર બેટીંગ કરતા 37 બોલમાં 60 રનની ઈનીંગ રમી હતી. સચિને પોતાની ઈનીંગ દરમ્યાન 9 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.

યુવરાજ સિંહે વર્ષ 2007માં T20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. યુવરાજ સિંહે સ્ટુઅર્ડ બ્રોડની બોલીંગમાં છ બોલમાં છ સિક્સ લગાવી હતી. હાલમાં જ વેસ્ટ ઈન્ડીઝની મર્યાદીત ઓવરોના કેપ્ટન કિરોન પોલાર્ડે શ્રીલંકા સામે આવુ જ પરાક્રમ કર્યુ હતુ. T20 મેચમાં એક જ ઓવરમાં પોલાર્ડે છ છગ્ગા લગાવ્યા હતા. આ સાથે જ પોલાર્ડ T20 ફોર્મેટની ક્રિકેટમાં તે બીજો ખેલાડી બન્યો છે.

આ પણ વાંચો: Zomato: ડિલિવરી બોયના સમર્થનમાં આવી રહ્યા છે લોકો, આરોપ લગાવનાર મહિલા સામે સવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">