Rishabh Pant: મહેન્દ્રસિંહ ધોની સાથેની તુલના થતા બોલ્યો પંત, કહ્યુ પોતાની ઓળખ બનાવીશ

ભારતીય વિકેટકીપર (Indian wicketkeeper) બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ની મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે થઇ રહેલી તુલના થી ખુશ છે. પરંતુ તેણે કહ્યુ કે, ઓસ્ટ્રેલીયા (Australia) માં ટેસ્ટ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ રમતમાં પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે.

Rishabh Pant: મહેન્દ્રસિંહ ધોની સાથેની તુલના થતા બોલ્યો પંત, કહ્યુ પોતાની ઓળખ બનાવીશ
મહેન્દ્રસિંહ ધોની સાથેની તુલના થતા બોલ્યો પંત

ભારતીય વિકેટકીપર (Indian wicketkeeper) બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ની મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે થઇ રહેલી તુલના થી ખુશ છે. પરંતુ તેણે કહ્યુ કે, ઓસ્ટ્રેલીયા (Australia) માં ટેસ્ટ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ રમતમાં પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે. પંતની હાલમાં ફેન દ્રારા બે વાર વિશ્વ વિજેતા કેપ્ટન ધોની સાથે કરવામાં આવી રહી છે.

ધોની ગત વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લઇ ચુક્યો છે. બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ મેચમાં બીજા દાવમાં અણનમ 89 રન બનાવીને મેચ વિનીંગ રમત પંતે રમી હતી. ઓસ્ટ્રેલીયા થી ભારત પરત આવ્યા બાદ પંતે પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, જ્યારે તમારી તુલના ધોની જેવા ખેલાડીઓ સાથે કરવામાં આવે છે તો ખુબ સારુ લાગે છે. તે ખૂબ સરસ છે, જોકે હું ઇચ્છુ કે મારી કોઇના થી તુલના કરવામાં ના આવે. હું ભારતીય ક્રિકેટમાં એક અલગ જ ઓળખ બનાવવા માંગુ છુ. કારણ કે કોઇ યુવાન ખેલાડીને કોઇ દિગ્ગજ સાથે તુલના કરવી યોગ્ય નથી.

સિડનીમાં ડ્રો નિવડેલી ટેસ્ટ મેચમાં 97 રનની પારી ઋષભ પંતે રમી હતી. તેણે કહ્યુ અમે ઓસ્ટ્રેલીયા સિરીઝમાં જે રીતે રમત દર્શાવી છે, તેના થી પુરી ટીમ ખુશ છે. ભારત એ એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચની બીજી પારીમાં પોતાના સૌથી નિચા 36 રનમાં ઓલઆઉટ સ્કોર બાદ શાનદાર વાપસી કરી હતી. વાપસી કરતા ભારતે 2-1 થી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાની પાસે બરકરાર રાખી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati