ટી-20 લીગ રમી રહેલા રાશિદ ખાનના નજીકના ક્રિકેટર મિત્રનુ માર્ગ અક્સમાતમાં મોત, આઘાતમાં સર્યો રાશિદ ખાન

ટી-20 લીગમાં બુધવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જીતમાં મહત્વની ભુમીકા નિભાવનાર સ્ટાર સ્પિનરને દુખદ સમાચાર મળ્યા છે. પોતાના એક નજીકની વ્યક્તિના મોતના સમાચાર મળવાને લઇને તે દુખી થઇ ગયો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ પર હૈદરાબાદની 67 રન થી જીત થઇ હતી અને ત્યારબાદ તેણે આ દુખદ ખુલાસો કર્યો છે. રાશિદે તે મેચમાં ચાર ઓવરમાં માત્ર […]

ટી-20 લીગ રમી રહેલા રાશિદ ખાનના નજીકના ક્રિકેટર મિત્રનુ માર્ગ અક્સમાતમાં મોત, આઘાતમાં સર્યો રાશિદ ખાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 7:33 AM

ટી-20 લીગમાં બુધવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જીતમાં મહત્વની ભુમીકા નિભાવનાર સ્ટાર સ્પિનરને દુખદ સમાચાર મળ્યા છે. પોતાના એક નજીકની વ્યક્તિના મોતના સમાચાર મળવાને લઇને તે દુખી થઇ ગયો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ પર હૈદરાબાદની 67 રન થી જીત થઇ હતી અને ત્યારબાદ તેણે આ દુખદ ખુલાસો કર્યો છે. રાશિદે તે મેચમાં ચાર ઓવરમાં માત્ર 12 રન આપ્યા હતા અને ત્રણ વિકેટ મેળવી હતી. મોતના આ સમાચાર જાણીને રાશિદ ભાવુક થઇ ગયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાશિદ ખાનના એકદમ નજીકનો દોસ્ત ને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં તેનો સાથી રહેલ ઓપનર નજીબ તરકાઇનુ એક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ હતુ. નજીબ ગત સપ્તાહ દરમ્યાન જલાલાબાદમાં રોડ ક્રોસ કરવા જવા દરમ્યાન એક પુરઝડપે પસાર થઇ રહેલી કારની અડફેટે આવી ગયો હતો. જે ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલો નજીબ ત્રણેક દીવસ સુધી કોમાંમાં રહ્યો હતો અને બાદમાં તેનુ મોત નિપજ્યુ હતુ. નજીબ સ્ટાર સ્પિનર રાશિદખાનનો ખુબ જ સારો દોસ્ત હતો. રાશિદ ખાને તેના પરીવાર જનો સાથે વાત કરી હતી.

રાશિદ ખાને આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, નજીબ મારો ખુબજ સારો દોસ્ત હતો અને ખુબ જ સરસ માણસ હતો. અમે એને બે દીવસ પહેલા જ માર્ગ અકસ્માત ને લઇને ગુમાવ્યો છે. મારા માટે આ ખુબ જ મોટો આઘાત છે. નજીબે અફઘાનિસ્તાન માટે એક વન ડે અને 12 ટી-20 માં ભાગ લીધો હતો. તેણે 2014માં વિશ્વકપમાં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યુ હતુ. અફઘાનિસ્તાન માટે છેલ્લી મેચ 2019 માં રમ્યો હતો. જે વખતે તેણે ત્રિકોણીય શ્રેણીમાં માં ભાગ લીધો હતો જે ઝીમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">