BCCIની મદદથી પાકિસ્તાન ક્રિકેટ ચાલી રહ્યું છે ! PCB ચેરમેન રમીઝ રાજાના વાયરલ વીડિયોમાં ખુલ્લું સત્ય

વીડિયોમાં રમીઝ રાજા કહી રહ્યા છે તે મુજબ એવું લાગે છે કે બીસીસીઆઈ પાકિસ્તાન ક્રિકેટનો માસ્ટર છે. જો બીસીસીઆઈ આઈસીસીને ભંડોળ અટકાવી દે તો પીસીબી સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.

BCCIની મદદથી પાકિસ્તાન ક્રિકેટ ચાલી રહ્યું છે ! PCB ચેરમેન રમીઝ રાજાના વાયરલ વીડિયોમાં ખુલ્લું સત્ય
ramiz raja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 1:17 PM

BCCI : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ના નવા અધ્યક્ષ રમીઝ રાજા (Ramiz Raja)નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં રમીઝ રાજા (Ramiz Raja) કહી રહ્યા છે તે મુજબ એવું લાગે છે કે બીસીસીઆઈ પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) નો માસ્ટર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા ( Board of Control for Cricket in India) તેને ચલાવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં રમીઝ રાજા (Ramiz Raja)એ કહ્યું કે જો બીસીસીઆઈ આઈસીસીને ભંડોળ અટકાવી દે તો પીસીબી સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Board of Control for Cricket in India

પીસીબી (PCB )ના નવા બોસ રમીઝ રાજાએ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 50 ટકા બજેટ આઈસીસી તરફથી મળતી ગ્રાન્ટમાંથી આવે છે, જ્યારે આઈસીસી (ICC )ને તેની મોટાભાગની આવક બીસીસીઆઈ પાસેથી મળે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસી પર તેની નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે અને આંતર-પ્રાંતીય બાબતો પર સેનેટની સ્થાયી સમિતિ સમક્ષ ઇસ્લામાબાદમાં જણાવ્યું હતું. રમીઝ રાજાના નિવેદનનો આ વિડીયો ભાજપ આઈ સેલના વડા અમિત માલવિયાએ પોસ્ટ કર્યો છે.

આ વાયરલ વીડિયોમાં રાજા (Ramiz Raja)પણ કહેતા જોવા મળે છે કે મને ડર છે કે જો ભારત ફંડિંગ બંધ કરે તો PCB તૂટી શકે છે. કારણ કે ICC ને પાકિસ્તાન તરફથી શૂન્ય ટકા ભંડોળ મળે છે. આ બેઠકમાં રમીઝ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન બતાવી રહ્યા હતા. આખી દુનિયા જાણે છે કે, PCB ની હાલત શું છે. કોઈ પણ દેશ પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવા માંગતો નથી. તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પણ તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ ઘણું સહન પણ કર્યુ હતું.

ભારત પાકિસ્તાન 24 ઓક્ટોબરે ટકરાશે

ભારત અને પાકિસ્તાન ટી -20 વર્લ્ડકપમાં એકબીજા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ હાઇ વોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે રમાશે. દુબઈમાં બે હરીફો વચ્ચેની આ લડાઈ ફાટી નીકળશે. રમીઝ રાજા (Ramiz Raja)એ કહ્યું કે પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ તેમને વચન આપ્યું છે કે જો તેમની ટીમ વર્લ્ડ કપમાં ભારતને હરાવે તો તે બ્લેક ચેક સોંપશે.

આ પણ વાંચો : IPL 2021: દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ કોણ છે, જેને લાઇવ મેચ દરમિયાન પ્રપોઝ કર્યું

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">