Rahul Dravid son Anvay: રાહુલ દ્રવિડના દીકરાએ 48 છગ્ગા અને ચોગ્ગા સહિત 459 રન ફટકાર્યા, સતત બીજી વખત આ એવોર્ડ જીત્યો
Anvay Dravid: રાહુલ દ્રવિડ અને તેની બેટિંગ કુશળતાને કોણ નથી જાણતુ ? પરંતુ હવે, તેના પુત્રમાં પણ મોરના ઈંડા ચીતરવા ન પડે તેવુ જોવા મળે છે. અમે દ્રવિડના બે પુત્રોમાંથી નાના અન્વય વિશે વાત કરી રહ્યા છીએ, જેને 5 ઓક્ટોબરના રોજ યોજાયેલા KSCA વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.

Anvay Dravid: રાહુલ દ્રવિડ અને તેની બેટિંગ કુશળતાને કોણ નથી જાણતુ ? પરંતુ હવે, તેના પુત્રમાં પણ મોરના ઈંડા ચીતરવા ન પડે તેવુ જોવા મળે છે. અમે દ્રવિડના બે પુત્રોમાંથી નાના અન્વય વિશે વાત કરી રહ્યા છીએ, જેને 5 ઓક્ટોબરના રોજ યોજાયેલા KSCA વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.
અન્વય દ્રવિડને ક્રિકેટ મેદાન પર તેના મજબૂત પ્રદર્શન માટે આ સન્માન મળ્યું. અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક માટે સૌથી વધુ રન બનાવવા બદલ KSCA દ્વારા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેનું સન્માન કરવામાં આવ્યું. આ સતત બીજી વખત છે જ્યારે KSCA એ અન્વયના પ્રદર્શનને માન્યતા આપી છે.
48 છગ્ગા અને ચોગ્ગા, 459 રન,91.80 ની સરેરાશ
અન્વય દ્રવિડને KSCA દ્વારા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો કારણ કે તેણે ૪૫૯ રન બનાવ્યા હતા, જેમાં 48 છગ્ગા અને ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ રન એક પણ મેચ કે ઇનિંગમાં નહીં, પરંતુ છ મેચોમાં આઠ ઇનિંગમાં 91.80 ની સરેરાશથી બનાવવામાં આવ્યા હતા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૪૬ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અનવય દ્રવિડ અંડર-૧૬ વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વધુમાં, તે ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ સરેરાશ પણ ધરાવે છે.
મયંક અગ્રવાલને પણ એવોર્ડ મળ્યો
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના વાર્ષિક એવોર્ડ સમારોહમાં અનવય દ્રવિડ એકમાત્ર ખેલાડી ન હતો જેને સન્માનિત કરવામાં આવ્યો હતો. રાહુલ દ્રવિડના પુત્ર ઉપરાંત, મયંક અગ્રવાલ અને આર. સ્મરણને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટકના સૌથી વધુ રન બનાવનારા ખેલાડી તરીકે મયંક અગ્રવાલને આ એવોર્ડ મળ્યો, તેમણે 93 ની સરેરાશથી 651 રન બનાવ્યા. યુવા આર. સ્મરાનને રણજી ટ્રોફીમાં તેમના પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા. ડાબોડી બેટ્સમેન સ્મરાને 64.50 ની સરેરાશથી 516 રન બનાવ્યા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે.
કર્ણાટકના વિકેટકીપર-બેટ્સમેન કેએલ શ્રીજીતને પણ કેએસસીએ એવોર્ડ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. તેમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન (213) બનાવવા બદલ આ એવોર્ડ મળ્યો.
