રાહુલ દ્રવિડના માસ્ટર પ્લાને ટીમ ઈન્ડિયાને બનાવી ચેમ્પિયન, અંડર 19 વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવ્યો રોડમેપ

ભારતીય ટીમે (Yash Dhull)ની કપ્તાનીમાં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી.

રાહુલ દ્રવિડના માસ્ટર પ્લાને ટીમ ઈન્ડિયાને બનાવી ચેમ્પિયન, અંડર 19 વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવ્યો રોડમેપ
Team India U19 World Cup 2022 champions
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:36 AM

ICC U19 World Cup : ભારતની અંડર 19 ટીમ પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup)ની ફાઈનલ મેચમાં તેણે ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ માટે આ સફર આસાન ન હતી જ્યાં તેમને કોરોનાના પ્રકોપની અસર પણ સહન કરવી પડી હતી. આમ છતાં ટીમનો વિજય થયો હતો. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગીની તૈયારીનો સંપૂર્ણ માસ્ટર પ્લાન સિનિયર ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે  (Rahul Dravid)તૈયાર કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં ભારતનું ડોમેસ્ટિક ક્રિકેટ કોરોનાથી પ્રભાવિત થયું છે. જેના કારણે ઘણી મહત્વની ટુર્નામેન્ટનું આયોજન થઈ શક્યું નથી. આ દરમિયાન રાહુલ દ્રવિડે (Rahul Dravid) બેઠક યોજીને ટીમ સિલેક્શન માટે સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. દ્રવિડ તે સમયે NCAના પ્રમુખ હતા અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા ન હતા.

ટીમ સિલેક્શન માટે સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો

બીસીસીઆઈ (BCCI)ની જુનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ એસ શરથે ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં આ વિશે જણાવ્યું. જ્યારે રાહુલ NCAમાં કોચ હતા, ત્યારે અમે તેમની સાથે બેઠક કરી હતી અને રોડમેપ તૈયાર કર્યો હતો. અમે નક્કી કર્યું કે પહેલા અમે ખેલાડીઓનો પૂલ તૈયાર કરીશું. વિનુ માંકડ ટ્રોફી પછી અમે 90 ખેલાડીઓની પસંદગી કરી હતી. આ ખેલાડીઓને છ ટીમમાં વહેંચવામાં આવ્યા હતા અને પછી ચેલેન્જર્સ સિરીઝ પૂરી કરી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

યશ ધુલને કેપ્ટન બનાવવા પાછળ એક મહત્વનું કારણ હતું.

નિશાંત સિદ્ધુની ટીમે વિનુ માંકંડ ટ્રોફી જીતી હતી પરંતુ તેમ છતાં Yash Dhullને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પાછળનું કારણ જણાવતાં શરતે કહ્યું, ‘નિશાંત ઓલરાઉન્ડર છે. તેની પાસે પહેલેથી જ ઘણી જવાબદારી હતી. અમે તેના પર વધુ ભાર મૂકવા માંગતા ન હતા. આ કારણથી યશને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, અમારો નિર્ણય સાચો સાબિત થયો. તેને આશા હતી કે આયર્લેન્ડ સામેની મેચ પહેલા અન્ય કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ નથી જેથી તે 11 ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારી શકે.

આ પણ વાંચો : Parliament Budget Session: PM મોદી આજે સંસદ પહોંચશે, લોકસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">