Rahul Dravidએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે અરજી કરી, T20 વર્લ્ડ કપ પછી જવાબદારી સંભાળશે!

રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી શકે છે. મુખ્ય કોચ પદ માટે મંગળવારે દ્રવિડ આ પદ માટે અરજી કરી છે.

Rahul Dravidએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે અરજી કરી, T20 વર્લ્ડ કપ પછી જવાબદારી સંભાળશે!
rahul dravid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 5:39 PM

Rahul Dravid: ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમને નવો મુખ્ય કોચ મળવા જઈ રહ્યો છે અને રાહુલ દ્રવિડે પણ આ પદ માટે અરજી કરી છે. રાહુલ દ્રવિડે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરી હતી.તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)પછી વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Head Coach Ravi Shastri)નો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને માનવામાં આવે છે કે રાહુલ દ્રવિડ તેમની જગ્યા લેશે.ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે.

તમને જણાવી દઈએ કે પહેલા રાહુલ દ્રવિડ મુખ્ય કોચ બનવા માટે તૈયાર ન હતા, પરંતુ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ લાંબી વાતચીત બાદ તેને મનાવી લીધો હતો. હાલમાં જ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા (Sri Lanka)ના પ્રવાસે ગયો હતો. જ્યાં તેણે મુખ્ય કોચની જવાબદારી નિભાવી હતી. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે શ્રીલંકાને વનડે સીરિઝમાં હરાવ્યું હતું. જો કે T20 સિરીઝમાં ભારતના ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.

તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) પછી ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડથી હોમ સિરીઝ રમવાની છે અને ત્યાંથી રાહુલ દ્રવિડ ટીમની કમાન સંભાળી શકે છે. એવા પણ અહેવાલો છે કે રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની ભૂમિકા મુખ્ય કોચ કરતા વધુ હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

વાસ્તવમાં રાહુલ દ્રવિડે ઘણા વર્ષોથી ભારતના જુનિયર ખેલાડીઓ માટે કામ કર્યું છે. તેણે અંડર-19 ટીમ માટે વર્લ્ડ કપ જીત્યો છે અને ઈન્ડિયા Aમાં ખેલાડીઓ માટે ઘણું કામ કર્યું છે. માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા છતાં રાહુલ દ્રવિડ ઈન્ડિયા-A અને અંડર-19 ટીમો પર નજર રાખશે. તે આ ટીમોના કોચના વડા બની શકે છે.

દ્રવિડનો પગાર કેટલો હશે?

જો દ્રવિડની ભૂમિકા મુખ્ય કોચ કરતા મોટી હશે તો તેનો પગાર પણ વધારે હશે. BCCI ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને સાડા આઠ કરોડ રૂપિયા આપે છે, પરંતુ દ્રવિડને તેમના કરતા વધુ પગાર મળી રહ્યો છે. BCCI દ્રવિડને 10 કરોડ રૂપિયા સુધી આપી શકે છે.

અજય રાત્રા બનશે ફિલ્ડિંગ કોચ?

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે. રાત્રાએ 6 ટેસ્ટ અને 12 વનડે સિવાય 99 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણાની કેપ્ટનશિપ કરી ચૂકેલા આ ભૂતપૂર્વ ખેલાડી પાસે કોચિંગનો સારો અનુભવ છે.

હાલમાં તેઓ આસામના મુખ્ય કોચ છે. આઈપીએલમાં તેણે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સાથે કામ કર્યું છે અને ભૂતકાળમાં તે ભારતીય મહિલા ટીમ સાથે પણ સંકળાયેલી છે. રાત્રાએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિદ્ધિમાન સાહા અને રિષભ પંત જેવા વિકેટકીપર સાથે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો : IPLની 2 નવી ટીમો પર પૈસાનો વરસાદ જોઈને શેન વોર્ન કહ્યું, માનવું પડશે કેમ ક્રિકેટ વિશ્વની બીજી લોકપ્રિય રમત છે ?

Latest News Updates

ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
g clip-path="url(#clip0_868_265)">