પ્રિમીયર લીગઃ ચેમ્પિયન લિવરપુલની મુશ્કેલીમાં વધારો, મહંમદ સાલાહ કોરોના સંક્રમિત

ઇગ્લેન્ડના ટોચની ફુટબોલ ક્લબ લિવરપુલ ના સ્ટાર ફોરવર્ડ મહમંદ સાલાહ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યો છે. સાલાહ આ દિવસોમાં પોતાના દેશ ઇજીપ્તની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલો છે. જ્યાં તે આફ્રિકી નેશન કપમાં ક્વોલિફાયરમાં ભાગ લઇ રહ્યો છે. ઇજીપ્તની ફુટબોલ એસોસિએશને શુક્રવારે સાલાહને કોરોના સંક્રમિત થયો હોવાની જાણકારી કરી હતી. સાલાહે પોતાને આઇસોલેટ કરી દીધો છે. […]

પ્રિમીયર લીગઃ ચેમ્પિયન લિવરપુલની મુશ્કેલીમાં વધારો, મહંમદ સાલાહ કોરોના સંક્રમિત
Avnish Goswami

| Edited By: Pinak Shukla

Nov 14, 2020 | 8:35 AM

ઇગ્લેન્ડના ટોચની ફુટબોલ ક્લબ લિવરપુલ ના સ્ટાર ફોરવર્ડ મહમંદ સાલાહ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યો છે. સાલાહ આ દિવસોમાં પોતાના દેશ ઇજીપ્તની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલો છે. જ્યાં તે આફ્રિકી નેશન કપમાં ક્વોલિફાયરમાં ભાગ લઇ રહ્યો છે. ઇજીપ્તની ફુટબોલ એસોસિએશને શુક્રવારે સાલાહને કોરોના સંક્રમિત થયો હોવાની જાણકારી કરી હતી. સાલાહે પોતાને આઇસોલેટ કરી દીધો છે.

એસોસિએશન મુજબ, સાલાહને કોઇ પણ પ્રકારના લક્ષણ મળી આવ્યા નહોતા, પરંતુ તે આઇસોલેશનમાં છે. સાલાહ ને લઇને ટીમના બાકીના સદ્સ્યોને કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. એસોસિએશને ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. આના મુજબ ટીમના ડોક્ટર લિવરપુલ ની મેડિકલ ટીમના સંપર્કમાં  છે, સાથે જ સાલાહની વધુ પણ મેડીકલ તપાસ કરવામાં આવશે.

સ્કાઇ સ્પોર્ટના મુજબ ઇજીપ્તની ટીમ રવિવારે AFCON માં ટોગોની મહેમાની કરશે. જોકે આ પહેલા જ તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જોકે અત્યાર સુધી લિવર ફુટબોલ ક્લબની તરફ થી આ અંગે કોઇ પણ પ્રકારનુ બયાન સામે આવ્ચુ નથી. જોકે હાલની સ્થિતી પહેલા થી મુશ્કેલીઓમાં રહેલી કલબને માટે વધુ પરેશાની થવાની છે. પ્રિમીયર લીગમાં લિવરપુલમાં હવે 21 નવેમ્બરે મુકાબલો થવાનો છે, મજબુત લેસ્ટર સીટી થી તે ટક્કર થવાની છે.  જ્યારે 25 નવેમ્બરે ચેમ્પિયન્સ લીગમાં એટલાંટા સામે ટક્કર થશે. જોકે કોરોના થી સંક્રમિત થવાને લઇને સાલાહ ઓછામાં ઓછી બે મેચને તે નહી રમી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati