ભારતના આ પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે નશાની હાલતમાં પાડોશી સાથે કરી મારામારી, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને બોલર પ્રવીણ કુમાર પર મારપીટનો આરોપ લાગ્યો છે. આ આરોપ તેમના પાડોશમાં રહેતા દીપક શર્માએ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી દીપક શર્માનો આરોપ છે કે તે તેમના બાળકને સ્કૂલ બસમાંથી લેવા ગયા હતા. ત્યારે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારની ગાડી પણ આવી પહોંચી. દીપક શર્માનું કહેવું છે કે પ્રવીણ કુમાર […]

ભારતના આ પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે નશાની હાલતમાં પાડોશી સાથે કરી મારામારી, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
| Edited By: | Updated on: Jan 18, 2021 | 10:24 AM

ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને બોલર પ્રવીણ કુમાર પર મારપીટનો આરોપ લાગ્યો છે. આ આરોપ તેમના પાડોશમાં રહેતા દીપક શર્માએ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી દીપક શર્માનો આરોપ છે કે તે તેમના બાળકને સ્કૂલ બસમાંથી લેવા ગયા હતા. ત્યારે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારની ગાડી પણ આવી પહોંચી.

દીપક શર્માનું કહેવું છે કે પ્રવીણ કુમાર આવવાની સાથે જ બસવાળા અને તેમને અપશબ્દો કહ્યા. દીપક શર્માનો આરોપ છે કે હદ તો ત્યારે થઈ, જ્યારે પ્રવીણ કુમારે તેમના બાળકને પણ ધક્કો લગાવી દીધો. દીપક શર્માએ કહ્યું કે આ દરમિયાન મારપીટ થવા લાગી, જેમાં તેમના હાથની આંગળી તુટી ગઈ, જ્યારે દીપક શર્મના પિતાએ તેમનો વિરોધ કર્યો તો પ્રવીણ કુમારે તેમની સાથે પણ મારપીટ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારબાદ દીપક શર્મા પ્રવીણ કુમારની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પણ પોલીસે મામલો ટાળી દીધો. દીપક શર્મા મુજબ જ્યારે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને ગયા તો તેમને કહ્યું કે પહેલા તેમને ફોન કરવો, કારણ કે પ્રવીણ કુમાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દીપક શર્માનો એ પણ આરોપ છે કે પ્રવીણ કુમારે જ્યારે મારપીટ કરી, તે સમયે તે નશામાં હતા. ત્યારે પોલીસનું કહેવું છે કે બંને પક્ષોમાં વિવાદનો મામલો સામે આવ્યો હતો. બંનેને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. બાકી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. દીપક શર્માની આંગળીમાં ફ્રેક્ચર થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મળતી માહિતી મુજબ આ મારપીટમાં પ્રવીણ કુમારના મોં પર પણ ઈજા થઈ છે. મેરઠની જિલ્લા હોસ્પીટલમાં પ્રવીણ કુમારની સારવાર કરવામાં આવી છે. તેમના લોહીનું સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. આ તપાસ પછી જાણવા મળશે કે મારપીટ દરમિયાન પ્રવીણ કુમાર નશામાં હતા કે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:52 am, Sun, 15 December 19