Pink Ball Test: ડે નાઇટ ટેસ્ટની શરુઆતથી લઇને આજની મેચ સુધીની જાણો રસપ્રદ વિગતો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ આજ થી રમાઇ રહી છે. જેને લઇને ક્રિકેટ ચાહકોમાં પણ ખૂબજ ઉત્સાહ અને ઉમળકો વર્તાઇ રહ્યો છે. જેને નિહાળવા માટે પણ ક્રિકેટ ચાહકોએ ભારે ઉમળકો દેખાડ્યો છે. ભારતમાં રમાઇ રહેલી પિંક બોલ ટેસ્ટ વિશ્વના સૌથી મોટા સ્ટડિયમમાં રમાનારી છે.

Pink Ball Test: ડે નાઇટ ટેસ્ટની શરુઆતથી લઇને આજની મેચ સુધીની જાણો રસપ્રદ વિગતો
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ આજ થી રમાઇ રહી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 24, 2021 | 11:47 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ આજ થી રમાઇ રહી છે. જેને લઇને ક્રિકેટ ચાહકોમાં પણ ખૂબજ ઉત્સાહ અને ઉમળકો વર્તાઇ રહ્યો છે. જેને નિહાળવા માટે પણ ક્રિકેટ ચાહકોએ ભારે ઉમળકો દેખાડ્યો છે. ભારતમાં રમાઇ રહેલી પિંક બોલ ટેસ્ટ વિશ્વના સૌથી મોટા સ્ટડિયમમાં રમાનારી છે. મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) મેચને લઇને સંપૂર્ણ રીતે સજી ચુક્યુ છે. મોટેરા સ્ટેડિયમને પ્રથમ વાર જોઇને ઇંગ્લેંડ અને ટીમ ઇન્ડીયા (Team India) ના ખેલાડીઓએ પણ ભરપુર વખાણ કર્યા હતા.. ડે નાઇટ ટેસ્ટને લઇને કેટલીક ખાસ બાબતો જાણીએ.

1. ભારતમાં બીજી વખત દુધિયા રંગની લાઇટમાં ટેસ્ટ મેચ રમાશે. 2. ભારત ત્રીજી વખત અને ઇંગ્લેંડ ચોથી વખત ડે નાઇટ ટેસ્ટ મેત રમશે. 3. આ મેચમાં લાલ નહી પણ ગુલાબી રંગનો બોલ ઉપયોગ કરાશે. 4. એસજીની ગુલાબી બોલનો બીજી વખત ડે નાઇટ ટેસ્ટમાં ઉપયોગ કરાઇ રહ્યો છે. આ પહેલાની ડે નાઇટ ટેસ્ટમેચોમાં કુકાબુરા અને ડ્યુક બોલનો ઉપયોગ થતો હતો. 5. ગાંગુલી 2016માં બીસીસીઆઇની ટેકનીકલ સમિતીના પ્રમુખ હતા,ત્યારે પણ દુલીપ ટ્રોફીમાં ગુલાબી બોલથી રમત રમાઇ હતી. 6. 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર 2015 વચ્ચે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઇ હતી. જે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. 7. જે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચને ઓસ્ટ્રેલીયાએ 03 વિકેટ થી જીતી હતી. જે એક લો સ્કોરીંગ મેચ રહી હતી. જેમાં ઝડપી બોલરોનો દબદબો રહ્યો હતો. 8. પ્રથમ ડે નાઇટ ટેસ્ટ માં દર્શકોની ભીડ ઉમટતી જોઇને તેની સફળતા આંકવામાં આવી રહી હતી. 9. અત્યાર સુધીમાં 15 ડે નાઇટ ટેસ્ટ મેચ રમવામાં આવી છે. તેમાં તમામ મેચોના પરિણામ આવ્યા છે. જેમાં 13 મેચો યજમાન ટીમોએ મેચને જીતી છે. 10. ટેસ્ટ ક્રિકેટ રમતા 8 દેશ ડે નાઇટ ટેસ્ટ રમી ચુક્યા છે. જેમાં ઓસ્ટ્ર્લીયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેંડ, શ્રીલંકા, ઝીમ્બાબ્વેનો સમાવેશ થાય છે. 11. સૌથી વધુ 5 ડે નાઇટ ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ પર રમાઇ ચુકી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">