હરભજનની પત્નિ ગીતા બસરાની બેબીબંપ સાથેની તસ્વીરો આવી સામે, પ્રેગનેન્સી યોગાની તસ્વીરો પણ થઇ હતી વાયરલ

ભારતીય પૂર્વ ક્રિકેટર અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના સ્ટાર સ્પીનર બોલર હરભજન સિંહ (Harbhajan Singh) ની પત્નિ બીજી વખત માં બનવાની છે.

  • Avnish Goswami
  • Published On - 7:49 AM, 8 Apr 2021
1/6
ભારતીય પૂર્વ ક્રિકેટર અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના સ્ટાર સ્પીનર બોલર હરભજન સિંહ (Harbhajan Singh) ની પત્નિ બીજી વખત માં બનવાની છે. હરભજન સિંહની એકટ્રેસ પત્નિ ગીતા બસરા (Geeta Basra) એ ભલે ફિલ્મી પડદાં પર વધારે કામ ના કર્યુ હોય પણ ફેંસ તેને આજે પણ પસંદ કરે છે.
2/6
ભજ્જીની પત્નિ એકટ્રેસ ગીતા બસરા અગાઉ પણ એક દિકરીના માતા છે. તેણે પોતાની એક ખૂબસૂરત તસ્વીર શેર કરીને ફેંસને ખુશખબરી આપી હતી. જોકે હાલમાં જ ક્લીનીક પહોંચેલી બેબીબંપ સાથે ગીતા બસરાની તસ્વીર સામે આવી છે.
3/6
બેબી બંપ સાથે નજર આવેલી ગીતા બસરા એકદમ સિમ્પલ લુકમાં નજર આવી રહી છે. જે લુક ફેંસને પણ ખૂબ પસંદ પડી રહ્યો છે.
4/6
આ પહેલા થોડાક દીવસ અગાઉ ગીતા બસરા બેબી બંપ સાથે યોગા કરતી હોવાની તસ્વીરો પણ તેણે શેર કરી હતી. જે પણ ખૂબ વાયરલ થઇ હતી.
5/6
ગીતા બસરાએ બેબી બંપ સાથે પ્રેગન્સી યોગા (Pregnancy Yoga) ની જુદી જુદી મુદ્રાઓ ની તસ્વીરો પણ તેણે સોશિયલ મિડીયા પર શેર કરી હતી.
6/6
ગીતા બસરા અને હરભજન સિંહ ના લગ્ન 2015માં થયા હતા. લગ્ન બાદ થી જ ગીતા બસર ફિલ્મોની દુનિયા થી દુર જોવા મળી રહી છે.