હાર્દિક પંડ્યા-KL રાહુલના બચાવમાં આવ્યા એક પૂર્વ ભારતીય કેપ્ટન, કહ્યું, ‘આપણે મશીન નથી, માણસથી ભૂલ થાય’

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક ટીવી ચેટ શોમાં મહિલાઓ માટે અપમાનજનક ટિપ્પણીઓ માટે બૅન કરાયેલા ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદ પર પહેલી વાર નિવેદન આપ્યું છે. કોહલીએ આ બંનેનું સમર્થન કરતા કહ્યું છે કે આ મામલાને બહુ ન ખેંચવો જોઈએ. ગાંગુલીએ પંડયા અને કેએલ રાહુલ મામલા પર કહ્યું, “લોકો ભૂલ કરી બેસતા […]

હાર્દિક પંડ્યા-KL રાહુલના બચાવમાં આવ્યા એક પૂર્વ ભારતીય કેપ્ટન, કહ્યું, 'આપણે મશીન નથી, માણસથી ભૂલ થાય'
TV9 Web Desk3

|

Jan 18, 2019 | 4:38 AM

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક ટીવી ચેટ શોમાં મહિલાઓ માટે અપમાનજનક ટિપ્પણીઓ માટે બૅન કરાયેલા ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદ પર પહેલી વાર નિવેદન આપ્યું છે. કોહલીએ આ બંનેનું સમર્થન કરતા કહ્યું છે કે આ મામલાને બહુ ન ખેંચવો જોઈએ.

ગાંગુલીએ પંડયા અને કેએલ રાહુલ મામલા પર કહ્યું,

“લોકો ભૂલ કરી બેસતા હોય છે. તેને બહુ ખેંચવું ન જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આવું જેણે પણ કર્યું છે તેને પોતાની ભૂલનો અહેસાસ હશે અને તેનાથી એક સારી વ્યક્તિ તરીકે તે સામે આવશે. આપણે સૌ મનુષ્યો છીએ, મશીન નથી કે જેમાં કોઈ વસ્તુ નાખો અને એકદમ તેવી જ તે વસ્તુ બહાર આવે. તમારે તમારે જિંદગી જીવવી જોઈએ અને અન્યોને પણ જીવવા દેવી જોઈએ.”

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને કૉફી વિધ કરણ શોમાં મહિલાઓ માટે પોતાની ટિપ્પણીઓને લઈને સોશિયલ મીડિયા પણ ઘણી આલોચના સહન કરવી પડી છે. આ વિવાદ બાદ BCCIએ આ બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા હતા, ત્યારબાદ આ બંનેને ઓસ્ટ્રેલિયા સીરિઝથી પાછા મોકલી દેવાયા હતા. સાથે જ આ બંને 23 જાન્યુઆરીથી ન્યૂઝિલેન્ડ સામે શરૂ થનારી વન ડે સીરિઝથી પણ બહાર થઈ ગયા છે.

આ બંનેના મામલાની તપાસ માટે BCCIએ 6 સભ્યોની એક કમિટી બનાવી છે, જેનો નિર્ણય આગામી અઠવાડિયામાં આવે તેવી આશા છે. તેનાથી એ સાબિત થશે કે આ બંને આઈપીએલ અને વર્લ્ડ કપ 2019માં રમશે કે નહીં. આ બંનેની જગ્યાએ BCCIએ હાલ વિજય શંકર અને શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યાં છે.

[yop_poll id=641]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati