Covid 19 Positive: પાકિસ્તાની ટીમમાં ખળભળાટ મચી ગયો, 3 ખેલાડી કોરોના વાયરસની ઝપેટમાં

કોરોના વાયરસનો પ્રકોપ ફરી એક વખત ફેલાઈ રહ્યો છે, 3 પાકિસ્તાની ખેલાડીઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 5:48 PM
Covid 19 Positive: પાકિસ્તાનમાં આ સમયે ઉજવણીનો માહોલ છે કારણ કે તેની પુરૂષ ટીમ T20 વર્લ્ડ કપ 2021માં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનની મહિલા ટીમના કેમ્પમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની 3 મહિલા ક્રિકેટરોને કોરોના થયો છે. પીસીબીએ ગુરુવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

1 / 5
પાકિસ્તાની મહિલા ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે ODI સિરીઝ રમવાની છે, જેના માટે ટીમનો કેમ્પ કરાચીના હનીફ મોહમ્મદ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બુધવારે તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 3 ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે.

2 / 5
પાકિસ્તાનના કયા 3 ખેલાડીઓને કોરોના થયો છે, તેનો ખુલાસો થયો નથી. પીસીબીએ પણ આને ધ્યાનમાં રાખીને કોઈ માહિતી આપી નથી. જોકે આ ત્રણેય ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે અને આ સમયગાળો 2 નવેમ્બર સુધી રહેશે. આ દરમિયાન આ ત્રણેય ખેલાડીઓનો દર બીજા દિવસે કોવિડ ટેસ્ટ થશે. જણાવી દઈએ કે પ્રેક્ટિસ કેમ્પમાં એન્ટ્રી પહેલા જ આ ત્રણેય ખેલાડીઓને કોરોના વાયરસની બંને રસી મળી ગઈ હતી.

3 / 5
તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રણ મેચની સિરીઝ માટે પાકિસ્તાનના પ્રવાસે જઈ રહી છે. પ્રથમ વનડે 8 નવેમ્બરે રમાશે. બીજી વન-ડે મેચ 11 નવેમ્બરે અને છેલ્લી 14 નવેમ્બરે રમાશે.

4 / 5
તે જ વર્ષે પાકિસ્તાનની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો, જેમાં તેણે ત્રણ T20 અને પાંચ ODIની સીરિઝ રમી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સીઈઓએ પણ તે જ સમય દરમિયાન તેમની ટીમને પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું વચન આપ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">