2024નું વર્ષ ખેલાડીઓ માટે લિટમસ ટેસ્ટ, કારકિર્દીના મોટા પડકાર માટે ખેલાડીઓ કરશે તૈયારી
2024નું વર્ષ રમતગમતની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. રમતગમતનો આ મહાકુંભ પેરિસમાં યોજાશે અને ભારત આ રમતોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત આ વર્ષે ઘણી મોટી ટૂર્નામેન્ટ યોજાવાની છે જેના પર દરેકની નજર રહેશે.

વર્ષ 2023 સમાપ્ત થઈ ગયું છે અને આજથી નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. દરેક નવું વર્ષ પોતાની સાથે આશા લઈને આવે છે. કંઈક હાંસલ કરવાની આશા, સફળ થવાની આશા, સપના પૂરા કરવાની આશા. ખેલ જગતને પણ આ વર્ષે ઘણી અપેક્ષાઓ છે.
ક્રિકેટ ઉપરાંત આ વર્ષે કઈ-કઈ મોટી ટૂર્નામેન્ટ યોજાશે
આ વર્ષ રમતગમતની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે કારણ કે આ વર્ષે રમતગમતનો મહાકુંભ યોજાશે. આ ઉપરાંત આ વર્ષે ઘણી મોટી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ભારતીય ચાહકો અને ખેલાડીઓને આશા છે કે આ વર્ષે તેઓ નવા રેકોર્ડ બનાવશે અને દેશને ગૌરવ અપાવશે. ક્રિકેટ ઉપરાંત આ વર્ષે કઈ કઈ મોટી ટૂર્નામેન્ટ યોજાવા જઈ રહી છે તે વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આ ગેમ્સ પાસેથી ઘણી અપેક્ષાઓ
ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય પણ એવી ઘણી રમતો છે જેણે છેલ્લા એક દાયકામાં ઘણી ખ્યાતિ મેળવી છે, પછી તે બોક્સિંગ હોય, કુસ્તી હોય, ભાલા ફેંક હોય કે બેડમિન્ટન હોય. ભારતે છેલ્લા એક દાયકામાં આ રમતોમાં ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આ વખતે પણ આ ગેમ્સ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
જાન્યુઆરી
મલેશિયા ઓપન, બેડમિન્ટન, 9 થી 14 જાન્યુઆરી
FIH હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર – રાંચી, 13 થી 19 જાન્યુઆરી
ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ- નવી દિલ્હી, 16 થી 21 જાન્યુઆરી
FIH 5S મેન્સ હોકી- 24 થી 27 જાન્યુઆરી
FIH 5S મહિલા હોકી – 28 થી 31 જાન્યુઆરી
WTT સ્ટાર કન્ટેન્ડર ટેબલ ટેનિસ- ગોવા, 23 થી 28 જાન્યુઆરી
ઓસ્ટ્રેલિયન ઓપન, ટેનિસ – 14 થી 28 જાન્યુઆરી
ઝાગ્રેબ ઓપન, ક્રોએશિયા – 10 થી 14 જાન્યુઆરી
ઈન્ડિયા ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટ
ફેબ્રુઆરી
FIH હોકી વિમેન્સ પ્રો લીગ- હોકી- ભુવનેશ્વર, 3 થી 9 ફેબ્રુઆરી
FIH હોકી મેન્સ પ્રો લીગ – હોકી – ભુવનેશ્વર, 10 થી 16 ફેબ્રુઆરી
FIH હોકી વિમેન્સ પ્રો લીગ- હોકી- રાઉરકેલા, 12 થી 18 ફેબ્રુઆરી
FIH હોકી મેન્સ પ્રો લીગ- હોકી- રાઉરકેલા, 19 થી 25 ફેબ્રુઆરી
એક્વેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ, દોહા – 2 થી 18 ફેબ્રુઆરી
જર્મન ઓપન, બેડમિન્ટન – 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ
માર્ચ
વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપ્સ, ગ્લાસગો – માર્ચ 1 થી 3
ફ્રેન્ચ ઓપન, બેડમિન્ટન, પેરિસ – 5 થી 10 માર્ચ
ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ, બેડમિન્ટન – 12 થી 17 માર્ચ
સ્વિસ ઓપન, બેડમિન્ટન, બેસલ (સ્વિટ્ઝર્લેન્ડ) 19 થી 24 માર્ચ
એપ્રિલ
SAIF જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ- ચેન્નાઈ, 12 થી 14 એપ્રિલ
થોમસ અને ઉબેર કપ, બેડમિન્ટન – 27 એપ્રિલ થી 5 મે
લંડન મેરેથોન, એથ્લેટિક્સ – 21 એપ્રિલ
સિનિયર એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક, 11 થી 16 એપ્રિલ
મે
ફ્રેન્ચ ઓપન, ટેનિસ – 26 મે થી 9 જૂન
વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, જાપાન – 17 થી 25 મે
થાઈલેન્ડ ઓપન, બેડમિન્ટન, બેંગકોક – 14 થી 19 મે
મલેશિયા માસ્ટર્સ, બેડમિન્ટન, કુઆલાલંપુર – 21 થી 26 મે
સિંગાપોર ઓપન, બેડમિન્ટન, 28 મે થી 2 જૂન
જૂન
વર્લ્ડ જુનિયર અંડર-20 ચેમ્પિયનશિપ, ચેસ, નવી દિલ્હી – 1 થી 14 જૂન
યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ – 14 જૂનથી 14 જુલાઈ
કોપા અમેરિકા 2024 – ફૂટબોલ – જૂન 20 થી 14 જુલાઈ
જુલાઈ
વિમ્બલ્ડન, ટેનિસ – 1 થી 14 જુલાઈ
પેરિસ ઓલિમ્પિક્સ 2024 – 26 જુલાઈથી 11 ઓગસ્ટ
ડાયમંડ લીગ એથ્લેટિક્સ, લંડન – 20 જુલાઈ
ગ્રાન્ડ પ્રિકસ સ્પેન, મેડ્રિડ – 5 થી 7 જુલાઈ
ઓગસ્ટ
યુએસ ઓપન, ટેનિસ – 26 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર
પેરાલિમ્પિક ગેમ્સ, પેરિસ – 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર
અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપ, બ્યુનોસ એરેસ આર્જેન્ટિના – 19 થી 25 ઓગસ્ટ
સપ્ટેમ્બર
અંડર-20 ચેમ્પિયનશિપ, પોન્ટેવેદ્રા, સ્પેન – 2 થી 8મી સપ્ટેમ્બર
ઓક્ટોબર
SAIF સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, રાંચી – 4 થી 6 ઓક્ટોબર
FIFA U-17 મહિલા વિશ્વ કપ, ડોમિનિકન રિપબ્લિક, 16 ઓક્ટોબરથી 3 નવેમ્બર
બાલ્કન ચેમ્પિયનશિપ, ઉત્તર મેસેડોનિયા – 3 થી 6 ઓક્ટોબર
અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ, અલ્બેનિયા – 21 થી 27 ઓક્ટોબર
નવેમ્બર
સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ, લખનૌ- 26 નવેમ્બર
ATP ફાઈનલ્સ, ટેનિસ – 10 થી 17 નવેમ્બર
WTA ફાઈનલ્સ, ટેનિસ – 3 થી 10 નવેમ્બર
ડિસેમ્બર
ઈન્ડિયા સુપર 100 બેડમિન્ટન-1, 3 થી 8 ડિસેમ્બર
ઈન્ડિયા સુપર 100 બેડમિન્ટન-2, 10 થી 15 ડિસેમ્બર
BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સ, બેડમિન્ટન – 11 થી 15 ડિસેમ્બર
આ પણ વાંચો : પાર્થિક દહિયાએ એકલા હાથે 25 પોઈન્ટ મેળવ્યા, ગુજરાત જાયન્ટ્સે બંગાળ વોરિયર્સને 9 પોઈન્ટથી હરાવીને ટેબલ ટોપર બની
