Wimbledon 2022: સિમોના હાલેપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, સેરેનાને હરાવનાર હાર્મોની ટેન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ

Wimbledon 2022: સિમોના હાલેપે (Simona Halep) વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ચોથા રાઉન્ડમાં પૌલા બડોસાને સીધા સેટમાં હરાવ્યું.

Wimbledon 2022: સિમોના હાલેપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, સેરેનાને હરાવનાર હાર્મોની ટેન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ
Simona Halep (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:04 PM

રોમાનિયાની સિમોના હાલેપ (Simona Halep) એ શાનદાર પ્રદર્શન કરતા ચોથી ક્રમાંકિત પૌલા બડોસાને એક તરફી મેચમાં સીધા સેટમાં હરાવી વિમ્બલ્ડન (Wimbledon 2022) ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 16મી ક્રમાંકિત સિમોના હેલેપે બડોસા (Wimbledon 2022) ને 6-1, 6-2 થી હરાવીને ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં તેની 11મી મેચ જીતી અને પાંચમી વખત વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

તમને જણાવી દઇએ કે મહિલા ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 2019 માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. જ્યારે કોરોના વાયરસ રોગચાળાને કારણે ટુર્નામેન્ટ પછીના વર્ષે રદ કરવામાં આવી હતી. રોમાનિયાનો ખેલાડી ગયા વર્ષે ડાબા પગની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સિમોના હાલેપ (Simona Halep) સોમવારે બડોસા સામે પ્રભુત્વ ધરાવે છે. તેની સર્વ પર માત્ર આઠ પોઈન્ટ ગુમાવ્યા હતા અને તેની સર્વ પર તેનો એકમાત્ર બ્રેક પોઈન્ટ બચાવ્યો હતો. રોમાનિયાની આ મહિલા ખેલાડીએ પણ બડોસાની સર્વિસ પર 55માંથી 30 પોઈન્ટ જીત્યા હતા. હાલેપનો આગામી મુકાબલો અમાન્દા અનિસિમોવા સાથે થશે. અમેરિકાની 20મી ક્રમાંકિત અમાન્ડાએ નવોદિત ફ્રાન્સની હાર્મની ટેન (Harmony Tan) ને 6-2, 6-3 થી માત આપી હતી. હાર્મનીએ પહેલા રાઉન્ડમાં સેરેના વિલિયમ્સને હરાવ્યો હતો.

એલિજ કૉર્નેટ હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ

સોમવારે અજલા ટોમલાનોવિકે એલિસ કોર્નેટને 4-6, 6-4, 6-3 થી માત આપી હતી. આગામી રાઉન્ડમાં તેનો સામનો એલેના રિબાકીના સામે થશે. 17મી ક્રમાંકિત રિબાકિનાએ પેટ્રા માર્ટિચને 7-5, 6-3 થી હરાવી હતી. જીત બાદ સિમોના હાલેપે કહ્યું કે, સેન્ટર કોર્ટમાં પરત ફરવું હંમેશા મહત્વનું છે. અગાઉ હું ઈજાને કારણે ખૂબ જ પરેશાન થઇ હતી. હું છેલ્લા 2-5 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહી હતી.’ તેણે કહ્યું કે, સતત મહેનતને કારણે હું સતત સારું પ્રદર્શન કરી રહી છું. આ પ્રકારની જીત તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">