Wimbledon 2021: ત્રીજા તબક્કામાં ટક્કર આપી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ટૂર્નામેન્ટથી બહાર

સાનિયા મિર્ઝા (Sania Mirza) હવે ટોક્યો ઓલિમ્પિકમાં અંકિતા રૈના (Ankita Raina) સાથેની જોડી તરીકે ભાગ લેશે. ઓલિમ્પિક પહેલા સાનિયા મિર્ઝાની આ અંતિમ ગ્રાંન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ હતી.

Wimbledon 2021: ત્રીજા તબક્કામાં ટક્કર આપી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ટૂર્નામેન્ટથી બહાર
Sania Mirza-Rohan Bopanna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:04 AM

વિમ્બલ્ડન (Wimbledon 2021) થી ભારતીય ટેનિસ ફેન્સ ને માટે વધુ એક નિરાશાજનક સમાચાર સાંપડ્યા છે. સાનિયા મિર્ઝા (Sania Mirza) અને રોહન બોપન્ના (Rohan Bopanna) ની મિક્સ ડબલ ની જોડી, વિમ્બલ્ડનમાં હારીને બહાર થઇ ચુકી છે. જોડી ત્રીજા તબક્કામાં ત્રણ સેટ ચાલેલી ટક્કરમાં હારી ગઇ હતી. વરસાદ થી પ્રભાવિત રહેલી મેચમાં જોડીએ 6-3, 3-6 અને 11-9 થી હાર મેળવી હતી. બોપન્નાની સર્વિસ અને નેટ પ્લે ખૂબ મજબૂત રહી હતી. જોકે સાનિયા મિર્ઝાની સર્વિસ પર સતત દબાણમાં રહી હતી. સાનિયા સર્વિસને લઇને સંઘર્ષમાં નજર આવતી હતી.

સાનિયા અને બોપન્નાની જોડી જીન જૂલિયન રોજર અને આંદ્રેજા ક્લેપાક ની 14 માં ક્રમાંકની જોડી એ પ્રથમ સેટમાં જ લીડ મેળવીને જીત હાંસલ કરી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં જ્યારે સ્કોર 5-6 હતો ત્યારે, સાનિયા મિર્ઝા ચિંતાની સ્થીતીને સંભાળતા પોતાને મેચમાં બનાવી રાખી રહી હતી. જોકે આ દરમ્યાન બોપન્ના એક અલગ જ સ્તરે રમી રહ્યો હતો. તેણે નેટ પર ગજબ રિફ્લેક્સેઝ દેખાડ્યા હતા. જ્યારે સ્કોર 9-10 હતો ત્યારે ફરી થી સાનિયા એ સર્વિસ કરી હતી. જેની પર જૂલિયન રોજરે જોરદાર વિનર લગાવ્યો હતો.

આ પહેલા સાનિયા મિર્ઝા અને તેની સાથી બેથેની માટેક-સેંન્ડસ એ મહિલા જોડીના બીજા તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે રશિયાની એલેના વેસ્નિના અને વેરોનિકા કુડેટમેટોવા એ સીધા સેટમાં 6-4 અને 6-3 થી હાર આપી હતી. સાનિયા મિર્ઝા ત્રણ વર્ષ બાદ વિમ્બલ્ડનમાં રમવા માટે ઉતરી હતી. પાછળના વર્ષે કોરોના કાળને લઇને વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ યોજાઇ નહોતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પુત્ર જન્મ બાદ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એ પુત્રને જન્મ આપ્યો હતો. જેને લઇને તે ટેનિસ થી લાંબા સમય થી દુર હતી આ વર્ષે તે ટેનિસ કોર્ટ પર પરત ફરી હતી. કોર્ટ પર પરત ફરવા બાદ સાનિયા માટે પ્રથમ ગ્રાંન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ હતી. જેમાં સાનિયા એ નિરાશા મેળવવી પડી છે. સાનિયા મિર્ઝા માટે ટોક્યો ઓલિમ્પિક અગાઉ અંતિમ ટૂર્નામેન્ટ છે. ઓલિમ્પિકમાં સાનિયા અને અંકિતા રૈના (Ankita Raina) સાથે મહિલા જોડી તરીકે સ્પર્ધામાં ભાગ લેશે. આ હાર વડે ગ્રાસ કોર્ટ ગ્રાંન્ડ સ્લેમમાં ભારતીય પડકાર સમાપ્ત થઇ ગયો હતો.

આ પણ વાંચોઃ  Tokyo Olympics: એક માત્ર આઉટડોર યોજાતી શુટીંગની શોટગન ઇવેન્ટ, મોંઘીદાટ ગણાતી આ રમતના નિયમોને જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">