વિમ્બલ્ડન (Wimbledon 2021) માં સાનિયા મિર્ઝા (Sania Mirza) એ વુમન ડબલ્સમાં સારા સમાચાર આપ્યા બાદ, મેન્સ ડબલ્સમાં ભારતે નિરાશા સાંપડી છે. ભારતીય પુરુષ જોડી દિવીજ શરણ (Divij Sharan) અને રોહન બોપન્ના (Rohan Bopanna) ની જોડી પુરુષ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ છે. દિવીજ અને રોહન ને ફ્રાંસના એ઼ડોરર્ડ રોજન અને ફિનલેન્ડ ના હેનરી કોનટિનેનની જોડી એ હરાવી હતી. તેઓએ ભારતીય જોડીને 7-6 અને 6-4 થી પરાસ્ત કરી હતી.
દેશની યુવા ટેનિસ સ્ટાર અંકિતા રૈના ( Ankita Raina ) પોતાની અમેરિકન જોડીદાર લોરેન ડેવિસ સાથે પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ છે. રૈના અને ડેવિસની જોડી ને અસીયા મહંમદ અને જેસિકા પેગુલા ની અમેરીકન જોડીએ હાર આપી હતી. તેઓએ 6-3 અને 6-2 થી જીત મેળવી હતી. હવે સાનિયા મિર્ઝા આજે મિક્સડબલમાં રમનારી છે. જેની પર હવે નજર ઠરી છે.
રશિયાનો દાનિલ મેદવેદ ( Daniil Medvedev0 ) વિમ્બલ્ડનના ત્રીજા તબક્કામાં પહોંચી ગયો છે. પોતાના હરીફ કાર્લોસ ગાર્ફીયાને તેણે 6-4, 6-1 અને 6-1 થી આસાન હાર આપી હતી. આમ દાનિયલ આસાન મેચ રમીને આગળના તબક્કામાં પહોંચી ગયો હતો.
અપસેટ ભરેલા રહેલા ચોથા દિવસની રમતમાં ત્રીજા ક્રમાંકની એલિના સ્વિતોલીના એ હારનો સામનો કરવો પડ્યો હતો. તને પોલેન્ડની માગડા લિનેટે હાર આપી હતી. એલિનાએ 6-3 અને 6-4 થી હાર મળી હતી. અમેરીકાની શેલ્બી રોજર્સ વિશ્વની 15 મા નંબરની ખેલાડી મારિયા સક્કારી ને 7-5 અને 6-4 થી હરાવીને ત્રીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે.
ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્બરા ક્રેઇસિકોવા એ આંદ્રીયા પેટકોવિચ ને 7-5, 6-4 થી હરાવીને 14 મેચ જીતી લીધી છે. આ સાથે જ ક્રેઇસિકોવા ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન સતત જીતનારી સેરેના વિલિયમ્સ બાદ પ્રથમ ખેલાડી બનવાની પ્રયાસ કરી રહી છે. તે પ્રથમ વખત ટૂર્નામેન્ટની સિંગલ્સમાં રમી રહી છે. પુરુષ વર્ગમાં ચોથી વરીયતા પ્રાપ્ત એલેકઝન્ડર ઝેવરેવ એ ટેનિસ સેડગ્રેન ને 7-5,6-2 અને 6-3 થી હરાવી હતી. પાછળના વર્ષે યુએસ ઓપન ફાઇનલ અને આ વર્ષે ફ્રેન્ચ ઓપન સેમિફાનલ રમવાવાળા ઝેવરેવ વિમ્બલ્ડનમાં ક્યારેય 16 થી આગળ નથી ગયો.