શું તમે Wimbledon નાં આ રસપ્રદ તથ્યો વિશે જાણો છો, વિમ્બલ્ડન ખેલાડીઓએ સફેદ કપડાં કેમ પહેરે છે

ટાઇમ વેબસાઇટના રિપોર્ટસ અનુસાર વિમ્બલ્ડન (Wimbledon )સમયે ખેલાડીઓ પોતાને શિષ્ટાચારી ખેલાડી બતાવવાના પ્રયાસમાં સફેદ રંગ પહેરતા હતા કારણ કે સફેદ રંગ ઓછો પરસેવો જોવા મળે છે.

શું તમે Wimbledon નાં આ રસપ્રદ તથ્યો વિશે જાણો છો, વિમ્બલ્ડન ખેલાડીઓએ સફેદ કપડાં કેમ પહેરે છે
વિમ્બલ્ડન ખેલાડીઓએ સફેદ કપડાં કેમ પહેરે છે
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 05, 2022 | 2:07 PM

Wimbledon : વિમ્બલ્ડનની રમત શરુ થઈ ગઈ છે, જેમાં ખેલાડી સફેદ કપડાં પહેરી કોર્ટમાં રમતા જોવા મળે છે, રોજર ફેડરરથી લઈ સેરેના વિલિયમ્સ, રફાલ નડાલ ( Rafael Nadal)ખેલાડીઓ સફેદ કપડાં પહેરી કોર્ટ પર રમવા માટે ઉતરશે, તેના કપડાં રંગબેરંગી કેમ હોતા નથી, દુનિયાના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ (Tennis tournaments) માં સફદે કપડાને લઈ આટલી કડકતા શા માટે? આ વિક્ટોરિયાના જમાનામાંથી ચાલી આવી રહેલી પરંપરા છેતે સમયે ખેલાડીઓ પોતાને શિષ્ટ બતાવવાના પ્રયાસમાં સફેદ ( white) રંગ પહેરતા હતા કારણ કે સફેદ રંગમાં પરસેવો ઓછો દેખાય છે.

શું કહે છે વિમ્બલ્ડનનો નિયમ

આ પહેલા આપણે વિમ્બલ્ડનના સફેદ રંગથી પ્રેમના ઈતિહાસ પર વાત કરીએ, તેની સાથે જોડાયેલો નિયમ જાણીએ, વિમ્બલ્ડન ખેલાડીઓ માટે એક નિયમ એ છે કે, તે યોગ્ય ટેનિસ ડ્રેસ પહેરી કોર્ટમાં સામેલ થાય, એવા ડ્રેસ જે સંપુર્ણ સફેદ હોય, સફેદના સ્થાને ક્રીમ કલરના ડ્રેસ ચાલશે નહિ, અને જો અન્ય રંગના ડ્રેસ પહેરવાનો વધુ શૌક હોય તો ડ્રેસમાં અન્ય રંગની નાની પટ્ટી લગાવી શકે છે. આ અન્ય રંગની પટ્ટી ગળા પર અથવા હાથના કફ પર સ્કર્ટ અથવા શોર્ટસના બહારના ભાગમાં આ પટ્ટી સાથેના કપડા પહેરી શકો છો એ પણ માત્ર એક સેન્ટીમિટર પહોળી હોવી જોઈએ

આ સિવાય કેપ, હેડબેન્ડ, મોજા સાથે પણ અમુક નિયમો લાગેલા છે, આ તમામ વસ્તુઓ પણ સફેદ રંગની હોવી જરુરી છે જે એક સેન્ટીમીટરની રંગીન પટ્ટી જ હોવી જોઈએ, શુઝ પણ સફેદ રંગના હોવા જોઈએ, રમત દરમિયાન અંડરગાર્મેન્ટ પણ સફેદ રંગના હોવા જોઈએ, જો રમત દરમિયાન ઈજા થાય ત્યારે પણ એ આશા રાખવામાં આવે કે, ખેલાડી સફેદ ટેપનો જ ઉપયોગ કરે જો ખેલાડી વધુ ઈજાગ્રસ્ત હોય તો રંગીન ટેપનો ઉપયોગ કરી શકે છે

સાનિયા મિર્ઝા વિમ્બલ્ડનને યાદગાર બનાવી

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)એ તેની છેલ્લી વિમ્બલ્ડનને યાદગાર બનાવી લીધી છે. તેણે પોતાની શાનદાર રમત દેખાડી હતી. જે ગ્રાસ કોર્ટ પર રમાનાર આ ગ્રાન્ડસ્લૈમમાં પહેલા ક્યારે પણ કર્યું નથી, સાનિયા ક્રોએશિયન પાર્ટનર મેટ પેવિકની સાથે મિક્સ ડબ્લની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવું પહેલી વાર થયું છે જ્યારે વિમ્બલ્ડન (Wimbledon)ની આ ઈવેન્ટમાં સેમીફાઈનલમાં પહોંચી છે,

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati