ફૂટબોલના મેદાન પર ભયંકર બબાલ, રેફરીએ બતાવ્યા 6 રેડ કાર્ડ

આ બધા વચ્ચે ફૂટબોલના મેદાનપર થયેલી એક ભયંકર બબાલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. 2 ખેલાડીઓ વચ્ચે થયેલી આ લડાઈમાં બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર આવી ગયા હતા.

ફૂટબોલના મેદાન પર ભયંકર બબાલ, રેફરીએ બતાવ્યા 6 રેડ કાર્ડ
violent mass brawl during zenit vs spartak football match Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 7:24 PM

ફૂટબોલની રમત ઉત્સાહ અને મૈત્રી માટેની રમત છે. આ રમતમાં ઘણીવાર ખેલાડીઓ વચ્ચે નાની-મોટી ધક્કામુક્કી થતી જ હોય છે પણ ફૂટબોલની રમત ઉત્સાહની સાથે સાથે સંયમની પણ રમત છે. આ રમતમાં લડાઈ-ઝઘડાને કોઈ સ્થાન નથી. હાલમાં ફિફા વર્લ્ડકપનો ફિવર આખી દુનિયામાં છવાયો છે. આ બધા વચ્ચે ફૂટબોલના મેદાન પર થયેલી એક ભયંકર બબાલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. 2 ખેલાડીઓ વચ્ચે થયેલી આ લડાઈમાં બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર આવી ગયા હતા.

આ વાયરલ વીડિયો રશિયન કપમાં રમાયેલી એક મેચનો છે. આ ક્રેસ્ટોવસ્કી સ્ટેડિયમમાં જેનિટ સેન્ટ પીટર્સબર્ગ અને સ્પાર્ટક માસ્કો વચ્ચે રમાયેલી ફૂટબોલ મેચમાં ઈન્જરી ટાઈમ દરમિયાન આ બબાલ થઈ હતી. નાનાકડા ધક્કાથી શરુ થયેલી આ લડાઈમાં શબ્દોના પ્રહારથી લઈને લાત-મુક્કાનો વરસાદ થયો હતો. આ બબાલમાં ખેલાડીઓથી લઈને કોચ સુધી સૌ કોઈ લડાઈ માટે મેદાન પર આવ્યા હતા. આ મેચમાં રેફરીએ 6 ખેલાડીઓને રેડ કાર્ડ આપ્યા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ફૂટબોલનું મેદાન બન્યુ જંગનો અખાડો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે ફૂટબોલ ઉત્સાહની સાથે સાથે સંયમની પણ રમત છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે ફૂટબોલના ઈતિહાસની સૌથી ખરાબ લડાઈઓમાંથી એક છે આ .

કતારમાં ચાલી રહ્યો છે ફિફા વર્લ્ડકપ 2022

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 29 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે આ મેચ 3-3 થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે.

આ વર્લ્ડકપનો ત્રણ મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">