Swimming: 17 વર્ષના સ્વિમરે તોડ્યો 13 વર્ષ જુનો World Record તોડ્યો, અગાઉ જ્યા રચાયો હતો એ જ સ્થળે પોતાને નામે વિક્રમ નોંધાવ્યો

રોમાનિયાના એક 17 વર્ષના યુવા સ્વિમરે એ જ પૂલમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે જેમાં 13 વર્ષ પહેલા વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવવામાં આવ્યો હતો.

Swimming: 17 વર્ષના સ્વિમરે તોડ્યો 13 વર્ષ જુનો World Record તોડ્યો, અગાઉ જ્યા રચાયો હતો એ જ સ્થળે પોતાને નામે વિક્રમ નોંધાવ્યો
David Popovici એ તોડ્યો વિશ્વ રેકોર્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:55 AM

રમતગમતમાં કહેવાય છે કે રેકોર્ડ તોડવા માટે હોય છે. આ ફરી એકવાર સાબિત થયું છે. સ્વિમિંગ (Swimming) નો એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ (World Record) તોડ્યો છે અને માત્ર 13 વર્ષના છોકરાએ તેને તોડ્યો છે. આ સ્વિમરનું નામ ડેવિડ પોપોવિચ (David Popovici) છે. યુવા રોમાનિયન સ્વિમરે પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બધાને ચોંકાવી દીધા હતા. 2009ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રાઝિલના સીઝર સિએલોએ આ રેકોર્ડ બનાવ્યો હતો, જે શનિવાર સુધી રહ્યો હતો, પરંતુ ડેવિડે આખરે તોડી નાખ્યો હતો.

સીઝરે 2009 માં આ ઈવેન્ટમાં 46.91 સેકન્ડનો સમય લીધો હતો. ડેવિડે સીઝર કરતા 0.5 સેકન્ડ ઓછો સમય લીધો હતો. તેણે આ રેસ 46.86 સેકન્ડમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને બધાને ચોંકાવી દીધા. સ્વિમસ્વામના રિપોર્ટ અનુસાર, જે પૂલમાં સીઝરે આ રેકોર્ડ બનાવ્યો હતો તે જ પૂલમાં ડેવિડે સીઝરનો રેકોર્ડ તોડ્યો છે. આ પૂલનું નામ છે The Parco del Foro Italico Pool. આ પૂલ ઈટાલીના રોમમાં આવેલો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

મારા જીવનની શ્રેષ્ઠ રેસ-ડેવિડ

આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ડેવિડે કહ્યું કે આ તેના જીવનની શ્રેષ્ઠ રેસ છે. એક મીડિયા અહેવાલે ડેવિડને ટાંકીને કહ્યું કે, આ મારા જીવનની શ્રેષ્ઠ રેસ છે. હવે એ કહેવું સારું રહેશે કે આ રેસ પૂરી કરનાર હું સૌથી ઝડપી વ્યક્તિ છું. તે શાનદાર હતું, 2009માં અહીં સીઝરે બનાવેલા રેકોર્ડને તોડવો અદ્ભુત હતો. મારી પાસે આ લાગણીને વર્ણવવા માટે યોગ્ય વિશેષણો નથી. હું બહુ ખુશ છું.”

200 મીટર બટરફ્લાયમાં વર્લ્ડ રેકોર્ડ ધારક, હંગેરીના ક્રિસ્ટોફ મિલાક 47.47 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહ્યો. ઇટાલીનો એલેસાન્ડ્રો મિરેસી 47.63 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">