સુનિલ છેત્રીનું જાહેરમાં અપમાન, મેચ બાદ રાજ્યપાલે સ્ટેજ પરથી કેપ્ટનને ધક્કો માર્યો, જુઓ વીડિયો

ભારતીય કેપ્ટન (Sunil Chhetri) સાથે અહીં સમારોહમાં આવેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કંઈક એવું કૃત્ય કર્યું, જેના કારણે પ્રશંસકોનો રોષ ભભૂકી ઉઠ્યો. છેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા  (Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના પછી ચાહકોએ આયોજકોને જાહેરમાં માફી માંગવા કહ્યું.

સુનિલ છેત્રીનું જાહેરમાં અપમાન, મેચ બાદ રાજ્યપાલે સ્ટેજ પરથી કેપ્ટનને ધક્કો માર્યો, જુઓ વીડિયો
સુનિલ છેત્રીનું જાહેરમાં અપમાન, મેચ બાદ રાજ્યપાલે સ્ટેજ પરથી કેપ્ટનને ધક્કો માર્યો :
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Sep 19, 2022 | 5:03 PM

Indian Football : ભારતના ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રીએ વધુ એક ખિતાબ પોતાના ખાતામાં સામેલ કર્યો છે. રવિવારે તેની કપ્તાની હેઠળ બેંગલુરુ એફસીએ પ્રથમ વખત ડૂરંડ કપ (Durand Cup) જીત્યો. ભારતીય કેપ્ટન (Sunil Chhetri) સાથે અહીં સમારોહમાં આવેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કંઈક એવું કૃત્ય કર્યું, જેના કારણે પ્રશંસકોનો રોષ ભભૂકી ઉઠ્યો. છેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા  (Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના પછી ચાહકોએ આયોજકોને જાહેરમાં માફી માંગવા કહ્યું.

સુનીલ છેત્રીને ગવર્નરને ધક્કો માર્યો

બેંગ્લુરુ એફસીએ ફાઈનલ મુકાબલામાં મુંબઈ સિટી એફસીને ટક્કર આપી પ્રથમ વખત ડૂરંડ કપ જીત્યો છે. મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશન સેરમની થઈ હતી. જ્યાં સુનીલ છેત્રીને ટ્રોફી આપવામાં આવી હતી. છેત્રીને ટ્રોફી આપવા માટે કેટલાક અધિકારીઓ હાજર રહ્યા હતા. છેત્રીની પાસે ઉભેલા પશ્ચિમ બંગાળના ગવર્નર એલએ ગણેશ હાજર રહ્યા હતા. ટ્રોફી આપતી વખતે ફોટો ક્લિક કરવા એટલો મશ્ગુલ હતો કે તેણે સુનીલ છેત્રીને જ ધક્કો માર્યો હતો. છેત્રી સાઈડમાં ખસી ગયો હતો, પરંતુ ભારતીય કેપ્ટનની સાથે આવું વર્તન જોઈ તેના ચાહકો ગુસ્સે થયા હતા.

છેત્રી ખેલાડીઓના પરિવારજનોને પાણી આપતો જોવા મળ્યો

છેત્રીનો વધુ એક વીડિયો પહેલા વાયરલ થયો હતો, જ્યાં તેની ઉદારતા જોઈને ચાહકોએ વાહ વાહી કરી હતી. મેચ બાદ સુનીલ છેત્રીનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મેદાનની પાસે ઉભા રહીને પોતાના સાથી ખેલાડીઓના પરિવાર સાથે વાત કરી રહ્યો હતો. તેણે પરિવારના સભ્યો માટે ખુરશીની વ્યવસ્થા કરી અને પોતાને પાણીની બોટલ પણ આપી. ફેન્સને કેપ્ટનની સ્ટાઈલ ખૂબ પસંદ આવી. આ પછી અધિકારીઓ પ્રત્યે તેમની નારાજગી વધી અને તેમણે આયોજકોને છેત્રી પાસેથી શીખવાનું કહ્યું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati