રમતગમત મંત્રાલય લીધો મોટો નિર્ણય, હવે કોઈ મહિલા ખેલાડીને પરેશાન નહિ કરી શકે કોચ

રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) બુધવારના રોજ કહ્યું કે, સરકાર મહિલા ખેલાડીઓની સુરક્ષા દરેક પ્રયત્ન કરી રહી છે, તેમણે ખેલાડીઓની સુરક્ષાની ખાતરી આપવા માટે મોટું પગલું ભર્યું છે.

રમતગમત મંત્રાલય લીધો મોટો નિર્ણય, હવે કોઈ મહિલા ખેલાડીને પરેશાન નહિ કરી શકે કોચ
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકાર મહિલા ખેલાડીઓની સુરક્ષા તમામ પ્રયાસો કરી રહી છેImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 5:42 PM

છેલ્લા કેટલાક દિવસથી મહિલા ખેલાડીની સાથે પુરુષ કોચના ગેરવર્તણૂકના અનેક સમાચાર સામે આવી રહ્યા છે, થોડા દિવસો પહેલા સાઈકલિંગ કોચ (Cycling coach)વિરુદ્ધ થયેલા ગેરવર્તણૂકની ફરિયાદ બાદ મહિલા સુરક્ષાના મુદ્દાએ જોર પકડ્યું છે,રમતગમત મંત્રાલય (MYAS)ને પણ સવાલ કર્યો હતો કે, મહિલા ખેલાડીઓ કેમ્પ અને ટ્રેનિંગ સેશનમાં સુરક્ષિત નથી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર(Anurag Thakur) મહત્વનો નિર્ણય લીધો છે, તેમણે દેશની મહિલા ખેલાડીઓની સાથે ગેરવર્તણૂક દુર્વ્યવહાર રોકવા માટે મોટો નિર્ણય લીધો છે, તેમણે ઉઠાવેલા આ નિર્ણયથી મહિલા ખેલાડીઓને માત્ર કેમ્પમાં જ નહિ પરંતુ વિદેશી પ્રવાસ પર સુરક્ષાને લઈ ચિંતા નહિ રહે,

રમત ગમત મંત્રાલય મોટું પગલું ભર્યું

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકાર મહિલા ખેલાડીઓની સુરક્ષા તમામ પ્રયાસો કરી રહી છે,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ રાષ્ટ્રીય રમત ફેડરેશનને નિર્દેશ જાહેર કર્યો કે, ટીમ સાથે એક મહિલા કોચનું હોવું જરુરી છે, ઠાકુરે કહ્યું ડોપિંગ અને મહિલાની સુરક્ષાને લઈ જાગરુકતા અભિયાન ખેલો ઈન્ડિયા યુવા ખેલ અને વિશ્વવિદ્યાલય શરુ કરવામાં આવ્યું છે, તેણણે મેજર ધ્યાનચંદ પર વિશ્વ સ્તરીય 6 સ્ક્વોશ કોર્ટના ઉદ્ધાટન સમારોહમાં કહ્યું મહિલા સુરક્ષાને લઈ અમે દિશા નિર્દેશ જાહેર કર્યા છે, જેનાથી દરેક ખેલાડી સુધી પહોંચવામાં આવે અને તેની ગરિમાની રક્ષા કરી શકીએ, હાલમાં જ 2 ખેલાડીઓએ કોચ દ્વારા ગેરવર્તુણક થયા હોવાની ફરિયાદ કરી હતી

સાઈક્લિંગ કોચ પર લાગ્યો હતો આરોપ

આ સમગ્ર મુદ્દો ત્યારે શરુ થયો જ્યારે ટ્રેનિગ માટે સ્લોવેનિયા ગયેલી સાઈકિલિંગમાં સામેલ એકમાત્ર ખેલાડીએ નેશનલ કોચ આરકે શર્મા વિરુદ્ધ ગેરવર્તણૂકની ફરિયાદ સાઈને કરી હતી. આ દરમિયાન 18 થી 22 જૂન સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં રમાનાર એશિયાઈ ટ્રેક સાઈકલિંગ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમની તૈયારીઓમાં મદદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ, મહિલા ખેલાડીઓએ સ્લોવેનિયામાં તેમની હોટલ થી સાંઈના કોચ દ્વારા ગેરવર્તુણક છે, સાંઈ નિવેદન આપ્યું કે, તેમણે ખેલાડીની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમને પરત બોલાવી લેવામાં આવી છે, પહેલા કોચનો કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો અને પછી તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સેલિંગ કોચ પણ ઝપેટમાં

રાષ્ટ્રીય સ્તરની મહિલા સેલરે ટીમના કોચ પર જર્મની યાત્રા દરમિયાન તેમની સાથે કરેલા ગેરવર્તુણકનો આરોપ લગાવ્યો હતો, કોચ ત્રણ વખત ઓલિમ્પિયન રહી ચૂક્યો છે અને ભારતીય નૌસેના ટીમનો કોચ છે, એક સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, ફરિયાદીએ આ મામલે યાચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (YAI)નો ઘણી વખત સંપર્ક કર્યો હતો પરંતુ જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેણે ગઈકાલે રાત્રે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના હસ્તક્ષેપની માંગ કરી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">