આર્જેન્ટિનાને હરાવ્યા બાદ સાઉદી અરેબિયામાં રજા, ચાહકોએ ઘરના દરવાજા પણ કાઢી નાંખ્યા video

મેસ્સી એન્ડ કંપનીને હરાવવાનું સપનું સાકાર થયા બાદ સાઉદી કિંગ (Saudi king) દ્વારા સમગ્ર સાઉદી અરેબિયામાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

આર્જેન્ટિનાને હરાવ્યા બાદ સાઉદી અરેબિયામાં રજા, ચાહકોએ ઘરના દરવાજા પણ કાઢી નાંખ્યા video
આર્જેન્ટિનાને હરાવ્યા બાદ સાઉદી અરેબિયામાં રજા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 11:09 AM

સાઉદી અરબમાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. શાળા , કૉલેજ પ્રાઈવેટથી લઈ સરકારી સંસ્થા, જેવી તમામ ઉદ્યોગો બંધ રહેશે. આ કોઈ તહેવાર કે નેશનલ હોલીડેને લઈ નહિ પરંતુ ફુટબોલને લઈ થયું છે. આ ફિફા વર્લ્ડકપ 2022માં આર્જેન્ટિના પર સાઉદી અરબ ટીમની જીતની અસર છે. મેસ્સી એન્ડ કંપનીને હરાવવાનું સપનું સાકાર કર્યા બાદ આખા દેશમાં એક દિવસની રજા જાહેર કરવાનું એલાન સાઉદી કિંગ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિફા વર્લ્ડ કપ 2022માં પોતાના અભિયાનની શરુઆત કરવા જ્યારે આર્જેન્ટિના અને સાઉદી અરબની ટીમ ઉતરી તો સૌ કોઈને આ મેચનું પરિણામ વિશે ખબર હતી પરંતુ જે જોવા મળ્યું તે બિલ્કુલ વિરુદ્ધ હતુ કારણ કે, સાઉદી અરબે આર્જેન્ટિનાને હરાવી સૌને ચોંકાવી દીધા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આર્જેન્ટિના સામે જીત્ય મેળવ્યા બાદ સાઉદી અરબમાં રજાની જાહેરાત

આર્જેન્ટિના સામેની જીત સાઉદી અરેબિયા માટે મોટી હતી. આ જીતની અસર ત્યાંના ફૂટબોલ ચાહકોની સાથે સાથે ત્યાંના રાજા પર પણ જોવા મળી હતી. ખુશીના કારણે ચાહકોના હોશ ઉડી ગયા. તે જ સમયે, સાઉદી રાજા ખુશીમાં આવ્યા અને દેશમાં રજા જાહેર કરી.

આર્જેન્ટિનાને હરાવીને સાઉદી અરેબિયા આશ્ચર્યચકિત થઈ ગયું

મેચનો પ્રથમ હાફ આર્જેન્ટિના માટે 1-0ની સરસાઈ સાથે સમાપ્ત થયો હતો. આર્જેન્ટિનાને આ સફળતા તેના સ્ટાર ખેલાડી મેસ્સીએ સાઉદી અરેબિયા પર આપી હતી. પરંતુ જ્યારે બીજો હાફ શરૂ થયો ત્યારે સાઉદી અરેબિયાના ખેલાડીઓનું વલણ બદલાઈ ગયું. તે આર્જેન્ટિનાની ગોલ પોસ્ટ પર આખો સમય ચડતો જોવા મળ્યો હતો. તેનાથી તેને ફાયદો પણ થયો અને તે બીજા હાફમાં 2 ગોલ કરવામાં સફળ રહ્યો. તે જ સમયે, આર્જેન્ટિનાની ટીમ જેણે પ્રથમ 10 મિનિટમાં ગોલ કર્યો હતો, તે પછી એક પણ ગોલ કરી શકી ન હતી. આ રીતે સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવીને મોટો અપસેટ કર્યો હતો.

સાઉદી અરેબિયાની જીત પર પાકિસ્તાનના પીએમનો સંદેશ

આર્જેન્ટિના પર સાઉદી અરબની જીતના સમાચાર થોડી જ મિનિટોમાં દુનિયાભરમાં ફેલાઈ ગયા હતા. પાકિસ્તાનના પ્રધાન મંત્રી શાહબાઝ શરીફે ટ્વિટ કરીને સાઉદી અરબના પ્રિન્સ ક્રાઉનને અભિનંદન આપ્યા હતા. પાક પીએમે લખ્યું કે, તે સાઉદી ભાઈ બહેનોને આ જીત પર શુભકામના પાઠવે છે,

તમને જણાવી દઈએ કે, ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈ લૈટિન અમેરિકી દેશને હરાવનારી સાઉદી અરબ બીજો એશિયાઈ દેશ છે. આ પહેલા વર્ષે 2018માં જાપાને કોલંબિયાને હાર આપી હતી. સાઉદી અરબે આર્જેન્ટિનાને હરાવી 36 મેચથી ચાલી આવેલા જીતના સિલસિલાને તોડ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">