SAFF Championship: ભારત ફરી એકવાર દક્ષિણ એશિયાઇ ચેમ્પિયન બન્યુ, ફાઇનલમાં નેપાળને 3-0 થી હરાવી 8મી વખત જીત મેળવી

ભારત આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે અને હવે તેણે 8 મી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. 2015 માં ભારતે છેલ્લી વખત આ ચેમ્પિયનશિપ જીતી હતી.

SAFF Championship: ભારત ફરી એકવાર દક્ષિણ એશિયાઇ ચેમ્પિયન બન્યુ, ફાઇનલમાં નેપાળને 3-0 થી હરાવી 8મી વખત જીત મેળવી
Sunil Chhetri

ભારતીય ફૂટબોલ ટીમે ફરી એક વખત દક્ષિણ એશિયન ફૂટબોલ પર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કર્યું છે. ટીમ ઈન્ડીયા (Team India) એ માલદીવમાં રમાઈ રહેલી સૈફ ચેમ્પિયનશિપ (SAFF Championship 2021) 2021 ની ફાઇનલમાં નેપાળને 3-0થી હરાવીને 8 મી વખત ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત, ટુર્નામેન્ટના ઇતિહાસની સૌથી સફળ ટીમ, બીજા હાફમાં ત્રણેય ગોલ ફટકારીને જબરદસ્ત પ્રદર્શન કર્યું.

ફરી એક વખત ટીમ માટે, પ્રભાવશાળી કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Shhetri)એ પોતાની ભાવના બતાવી અને ટીમ માટે પ્રથમ ગોલ કર્યો. તેમના સિવાય સુરેશ વાંગજામ અને સહલ સમાદે પણ એક -એક ગોલ કરીને ભારતને 8 મી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોચ ઇગોર સ્ટિમાચ હેઠળ આ ભારતનું પ્રથમ ટાઇટલ છે.

આ ટુર્નામેન્ટમાં ધીમી શરૂઆત બાદ, ભારતીય ટીમે છેલ્લી મેચોમાં આવીને પોતાની ગતિ પાછી મેળવી અને ફાઇનલમાં નેપાળને હરાવીને ચેમ્પિયનશિપ પર કબજો કર્યો. ચેમ્પિયનશિપની શરૂઆતમાં જ ટીમને બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી નબળી ટીમો સામે ડ્રો રમવાની હતી.

ત્યારબાદ ભારતે નેપાળ અને માલદીવ સામે વિજય નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યાં તેઓએ ફરી એક વખત ટાઇટલ મેચમાં નેપાળને હરાવ્યું. અગાઉ 2015 માં, ટાઇટલ જીત્યું હતું. વર્તમાન કોચ ઇગોર સ્ટિમચ હેઠળ ભારતીય ટીમનું આ પ્રથમ ટાઇટલ છે. આ વિજય સ્ટીમાચને થોડી રાહત આપશે, જે સતત દબાણ હેઠળ છે.

 

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

 

આ પણ વાંચોઃ  IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ ‘આંતરીક’ યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati