રમતના ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવનાર પીટી ઉષા એ ફરી એક ઈતિહાસ રચ્યો છે. ભારતની દિગ્ગજ મહિલા રનર પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક સંઘની પહેલી મહિલા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવી છે.ભારતીય રમત ક્ષેત્રમાં આ નવા યુગની શરુઆત થઈ છે. ભારત માટે એશિયા રમતમાં ઘણા મેડલો જીતનારા અને વર્ષ 1984ના લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં 400 મીટરની બાધાવાળી દોડમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કરનાર 58 વર્ષીય પીટી ઉષા એ ભારત માટે ફરી ઈતિહાસ રચ્યો છે. તે ભારતીય ઓલિમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગઈ છે.આજે તેમના નામની આધિકારિક જાહેર થઈ ગઈ છે.
આ પદ પર પીટી ઉષાની નિમંણૂક નક્કી જ હતી. કારણ કે અધ્યક્ષ પદ માટે તેમની સામે કોઈ ઉમેદવારે નામાંકન કર્યુ ન હતુ. ભારતીય ઓલિમ્પિક સંઘ માટે આ ચૂંટણી જરુરી હતી. આ ચૂંટણી વર્ષ 2021માં થવાના હતા. પણ ઘણા કારણસર આ ચૂંટણીમાં વિલંબ થયો. જો ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણી આજે ન થઈ હોત, તો આંતરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ભારતના ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હોત. તેમને આ વર્ષે જુલાઈ મહિનામાં ભાજપ દ્વારા રાજ્યસભા માટે નામિત કર્યા હતા.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય નીતા અંબાણીએ પી ટી ઉષાને IOAના પ્રથમ મહિલા પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.IOC સભ્ય નીતા અંબાણીએ પણ પી.ટી.ઉષાને IOAના પ્રથમ મહિલા તરીકે આવકારતા ખુશી વ્યક્ત કરી હતી.
પીટી ઉષા ‘ઉડન પરી’ અને ‘પય્યોલી એક્સપ્રેસ’ જેવા નામોથી ઓળખાય છે. આ ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર રુપે જોવામાં આવી રહ્યા હતા. ભારતીય ઓલિમ્પિક સંઘના 95 વર્ષના ઈતિહાસમાં અધ્યક્ષ બનનાર તેઓ પહેલી આંતરાષ્ટ્રીય મેડલ વિજેતા અને ઓલિમ્પયન છે. તેની સફળતાઓમાં વધુ એક મોટી સફળતા આજે ઉમેરાઈ ગઈ છે.
પહેલા ભારતીય અને પછી એશિયાઈ રમતોમાં 2 દશક સુધી પીટી ઉષા એ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પીટી ઉષા એ વર્ષ 2000માં નિવૃતિ લીધી હતી. તેની બીજી એવી અધ્યક્ષ છે જે ખેલાડી છે. આ પહેલા મહારાજા યાદવેન્દ્ર સિંહ એવા અધ્યક્ષ બન્યા હતા જે ખેલાડી હતી. યાદવેન્દ્ર સિંહે વર્ષ 1934માં એક ટેસ્ટ મેચ રમી હતી. તેઓ વર્ષ 1938થી વર્ષ 1960 સુધી ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ રહ્યા હતા.