Pro Kabaddi League : સિઝનની 100મી મેચ ગુજરાત જાયન્ટસ અને જયપુર પિંક પેંથર્સ વચ્ચે રમાશે

જયપુર પિંક પેંથર્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે પ્રો કબડ્ડીના ઇતિહાસમાં 9 મેચ રમાઇ છે. જેમાં ગુજરાતની ટીમે 6 જીત મેળવી છે અને જયપુર ટીમે 2 જીત મેળવી છે.

Pro Kabaddi League : સિઝનની 100મી મેચ ગુજરાત જાયન્ટસ અને જયપુર પિંક પેંથર્સ વચ્ચે રમાશે
Gujarat Fortune Giants Jaipur Pink Panthers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:03 PM

સોમવારે બેંગલુરુના શેરેટોન ગ્રાન્ડ વ્હાઇટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) માં 100 મી મેચ ગુજરાત જાયન્ટસ (Gujarat Giants) અને જયપુર પિંક પેંથર્સ (Jaipur Pink Penthars) વચ્ચે રમાવા જઇ રહી છે. ગુજરાતની ટીમે લીગના બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત ચાર મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં 9માં સ્થાને છે. ગુજરાતની ટીમે 16માંથી 6 મેચ જીતી છે અને 6 મેચમાં સારૂ પ્રદર્શન કરીને પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

બીજી તરફ જયપુર ટીમ સતત સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. જોકે જયપુર ટીમે ગુજરાતની ટીમ કરતા એક મેચ વધુ જીતી છે અને પોઇન્ટ ટેબલમાં 7માં સ્થાને છે. બંને ટીમો મેચમાં જીતના ઇરાદા સાથે મેટ પર ઉતરશે અને જે પણ ટીમ જીતશે તે પોઇન્ટ ટેબલમાં ટોપ 6 ટીમમાં પોતાનું સ્થાન મેળવી લેશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગત મેચમાં હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers) ના ડિફેન્સ સામે જયપુર ટીમના રેડર પોતાનું શાનદાર પ્રદર્શન કરી શક્યા ન હતા. 11 સુપર 10 રેડ કરી ચુકેલ અર્જુન દેશવાલ માત્ર 6 પોઇન્ટ મેળવ્યા હતા. જોકે ડિફેન્સમાં સંદીપ ધુલનું ફોર્મ સારૂ રહ્યું છે. ગુજરાત બીજા હાફમાં પોતાના દમદાર ફોર્મમાં પરત ફરી હતી. ગુજરાતના રેડર્સ અને ડિફેન્ડર્સ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. એચએસ રાકેશ અને રાકેશ નરવાલે શરૂઆતમાં લય દેખાડી હતી. ત્યારે અજય કુમાર અને પરદીપ કુમારે ઘણા પ્રબાવિત કર્યા હતા.

ડિફેન્સમાં પરવેશ ભેસવાલ અને સુકાની સુનીલ કુમાર ફોર્મમાં આવી ગયા છે. રવિંદર પહલ અને ગિરિશ મારુતી એર્નાક હજુ સુધી ફોર્મ પરત મેળવી શક્યા નથી. જો આ બંને ફોર્મ પરત મેળવી લે છે તો આજે ગુજરાતની ટીમ ટોપ 6માં સહેલાઇથી પહોંચી જશે. જોકે અર્જુન દેશવાલ અને દીપક હુડ્ડા જેવા સ્ટાર ખેલાડીઓના હોવાથી ગુજરાતને જીત માટે મહેનત કરવી પડશે.

આંકડા શું કહે છે જયપુર પિંક પેંથર્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે પ્રો કબડ્ડીના ઇતિહાસમાં કુલ 9 મેચ રમાઇ ચુકી છે. જેમાં ગુજરાત જાયન્ટસે 6 મેચ જીતી છે અને જયપુર ટીમે માત્ર 2 મેચ જીતી છે. બંને વચ્ચે એક મેચ બરોબરી પર રહી હતી.

આ પણ વાંચો : Pro Kabaddi : આજે બંગાળ વોરિયર્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે જંગ, હારનાર ટીમ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ

આ પણ વાંચો : IPL 2022: અમદાવાદ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ જાહેર, આ વર્ષે 10 ટીમો આવશે આમને-સામને

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">