Olympics: નિરજ ચોપરાથી લઈ હોકી ટીમનું થયુ શાનદાર સન્માન, રમત-ગમત પ્રધાને કહ્યું ‘ખેલાડીઓ માટે કોઈ કમી નહીં રહે’

Olympics: નિરજ ચોપરાથી લઈ હોકી ટીમનું થયુ શાનદાર સન્માન, રમત-ગમત પ્રધાને કહ્યું 'ખેલાડીઓ માટે કોઈ કમી નહીં રહે'
indian athletes

સન્માન સમારોહ દરમ્યાન રમત ગમત પ્રધાને (Sports Minister) મેડલ વિજેતાઓ સાથે ભારતીય મહિલા હોકી ટીમ, તલવાર બાજ ભવાની દેવી, સેલર નેત્રા કુમારન, રોવર્સ અજૂન લાલ અને અરવિંદ સિંહના રમતના યોગદાનને પણ યાદ કર્યુ હતુ.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Aug 10, 2021 | 12:07 AM

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics 2020)માંથી પરત આવેલા ભારતીય ખેલાડીઓનું દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રમત પ્રધાન અનુરાગ ઠાકુર (Anurag Thakur), કાયદા પ્રધાન કિરન રિજ્જુ (Kiren Rijiju), ગૃહ રાજ્ય પ્રધાન નિશીથ પ્રમાણિકે મેડલ વિજેતાઓનું સન્માન કર્યુ હતુ. તેઓએ રેસલર બજરંગ પુનિયા, રવિ દહિયા, બોક્સર લવલીના બોરગોહૈન, ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ નિરજ ચોપરા (Neeraj Chopra)નું સન્માન કર્યું.

ભારતીય ખેલાડીઓ સોમવારે 9 ઓગસ્ટે જ ટોક્યોથી સ્વદેશ પરત આવ્યા છે. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધામધૂમથી સ્વાગત સાથે અશોકા હોટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે તમામ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય ખેલાડીઓ જે પણ રમતોમાં ભાગ લેવા માટે પહોંચ્યા હોય છે, ત્યાં તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે.

રમતપ્રધાને કહ્યું ખેલાડીઓને સારી સુવિધા અપાશે

અનુરાગ ઠાકુરે કહ્યું હતુ કે નિરજ ચોપરા, બજરંગ પુનિયા, લવનલિના સહિત તમામ એથલેટ એક નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવા ભારતના નવા હિરો છે. આપણે આ નક્કી કરીશુ કે અમારા તરફથી ખેલાડીઓને સારી સુવિધાઓ મળે. ત્યારબાદ તેઓએ મજાકના અંદાજમાં કહ્યું હતુ કે નિરજને અમે ચુરમુ અને ગોલ-ગપ્પા નહીં ખવડાવી શકીએ કે ના અમે પીવી સિંધુને આઈસ્ક્રીમ ખવડાવી શકીશુ. જોકે આપણે બધા જ પ્રધાનમંત્રી સાથે આ ખાઈશુ. ઠાકુરે મેડલ વિજેતાઓની સાથે ભારતીય મહિલા હોકી ટીમ, તલવાર બાજ ભવાની દેવી, સેલર નેત્રા કુમારન, રોવર્સ અર્જુન લાલ અને અરવિંદ સિંહની રમતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પુનિયાએ કહ્યું બ્રોન્ઝ માટે ઘુંટણ તુટવાની પણ પરવા નહોતી કરી

સન્માન કાર્યક્રમ દરમ્યાન બજરંગ પુનિયાને જ્યારે તેની ઈજાને લઈને પુછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં તેણે કહ્યું કે જ્યારે તે ફાઈનલ માટે રમી રહ્યો હતો, ઘુંટણમાં ઈજાને લઈને ની-કેપ પહેરેલી હતી. જોકે વિરોધી ખેલાડી તેને જ ટાર્ગેટ કરી રહ્યો હતો.

પરંતુ જ્યારે બ્રોન્ઝ મેડલ માટે મેચ હતી તો વિચાર્યુ કે ઘુંટણ તુટી જાય તો કોઈ વાંધો નહીં ,પરંતુ પોતાના તરફથી પુર્ણ કોશિષ કરવામાં આવશે. આ કારણથી તેણે બ્રોન્ઝ મેડલમાં ની-કેપ નહોતી પહેરી. જ્યારે બોક્સર લવલિનાએ આ અંગે કહ્યું હતુ કે ભારત પરત ફરીને સારુ લાગી રહ્યુ છે. દેશના માટે મેડલ જીતવાની તેની પુરી કોશિષ રહેશે. પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાની તેમની કોશિષ રહેશે.

આ પણ વાંચો: IPL: ટીમ ઈન્ડીયા સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ક્રિકેટર આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ મચાવશે ધૂમ!

આ પણ વાંચો: INDvsENG: ઇંગ્લેન્ડ સામે જીતની બાજી વરસાદે બગાડતા ચાહકોએ ઠાલવ્યો રોષ, કહ્યુ અમદાવાદની ટેસ્ટ સારી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati